વાસણા બેરેજથી પાણીનો પ્રવાહ બંધ કરાવીને ક્રેનની મદદથી કારને કાઢવામાં આવી
ત્રણેય યુવકોનાં મૃતદેહ મળ્યાં, પરિવારો આઘાતમાં
અમદાવાદઃ રીલ્સ બનાવવાના ચક્કરમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં ફતેહવાડી કેનાલ પર એક એવી ઘટના બની છે જેનાથી બધાએ ચેતી જવાની જરૂર છે. અહીં રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા. જેમાં પહેલ યક્ષ ભંકોડિયા, યશ સોલંકી અને ક્રિશનો મૃતદેહ મળી આવતા તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. માહિતી અનુસાર યક્ષ જ કાર ચલાવી રહ્યો હતો પરંતુ અકસ્માતના સમયે કાર યશ સોલંકીને ચલાવવા આપી હતી.
બુધવારે સાંજે મૌલિક જાલેરાએ સ્ક્રોપિયો કાર સેલ્ફ ડ્રાઇવ કંપનીમાંથી ચાર કલાકના ભાડે લીધી હતી. જે કાર લઇને ઉદય વયાંતા (ન્યુ વાસણા), ધ્રુવ સોલંકી ( વેજલપુર) સાથે વાસણા ભાઠા કેનાલ રોડ પર આવ્યાં હતા. જ્યા અગાઉથી વિરાજસિંહ રાઠોડ ( પાલડી), યક્ષ વિક્રમ ભંકોડિયા (આંબાવાડી), યશ સોંલકી ( આંબાવાડી) અને ક્રિશ દવે (પાલડી) મિત્રો પણ હાજર હતા. ત્યારબાદ વાસણા બેરેજ રોડથી યક્ષ ભંકોડિયાએ કાર ચલાવીને થોડે દૂર ગયા બાદ યશ સોંલકીને ચલાવવા માટે આપી હતી. આ સમયે ક્રિશ પણ કારમાં બેઠો હતો. જોકે યશ સોલંકીને કાર ચલાવતા આવડતી ન હતી અને કાર સીધી કેનાલમાં ખાબકી ગઈ હતી.
આ સમયે વિરાજસિંહ રાઠોડે રસ્સો નાખીને તમામને બહાર લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરતુ, ત્રણ યુવકો પાણીમાં તણાય ગયા હતા.જેથી આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને ફાયર બ્રિગેડ તેમજ પોલીસ કંટ્રોલ રૂમ પર જાણ કરી હતી. જેના આધારે વાસણા પોલીસ સ્ટેશનનો કાફલો અહીં દોડી આવ્યો હતો.સાથે સ્થાનિક તરવૈયાઓએ તપાસ કરી હતી. પરંતુ, કારમાં કોઇ હતું નહીં. બીજી તરફ પોલીસને પ્રાથમિક વિગતો જાણવા મળી હતી કે યુવકોએ રીલ્સ બનાવવા માટે કાર ભાડે લીધી હતી અને કેનાલ પર આવ્યાં હતા. આ બનાવની જાણ થતા પોલીસે તેમના પરિવારજનોને પણ સ્થળ પર બોલાવ્યાં હતા અને ફાયરબ્રિગેડની મદદથી યુવકોની શોધખોળ હાથ ધરી હતી, જેમાં ત્રણ યુવકોનાં મોત થઇ ગયા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
કંડલા SEZ માં સોપારીના સ્મગલિંગ સહિતના ગોરખધંધા બંધ થઇ ગયા, માફિયાઓ અધિકારીઓને હટાવવા મારી રહ્યાં છે હવાતિંયા | 2025-03-27 17:44:47
Acb ટ્રેપઃ સસ્પેન્ડ થયા છે છંતા લાંચ તો લેવી જ પડે...આ સસ્પેન્ડેડ નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા | 2025-03-27 16:07:49
CM ભૂપેન્દ્ર પટેલના આર એન્ડ બી વિભાગના ઓનલાઇન ટેન્ડરોમાં મોટી ગેમ થઇ રહી હોવાના આક્ષેપો, કોન્ટ્રાક્ટરોએ આપ્યાં પુરાવા | 2025-03-27 15:51:17
GST નુ રૂ. 1814 કરોડનું કૌભાંડ, 145 બોગસ પેઢીઓના કેસમાં મોહંમદ સુલતાનની ધરપકડ- Gujarat post | 2025-03-27 13:54:35
કથા દરમિયાન કથાકાર જીજ્ઞેશ દાદાની તબિયત લથડતા હોસ્પિટલ લઈ જવાયા, જાણો લેટેસ્ટ અપડેટ - Gujarat Post | 2025-03-27 13:09:24
અમદાવાદ પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત, 3 જવાનોનાં ઘટના સ્થળે જ મોત- Gujarat Post | 2025-03-26 11:32:50
અલ્પેશ ઢોલરિયાના નિવેદન પર વરુણ પટેલનો કટાક્ષ, કહ્યું- બાપ સમાન કોને માનવા તે દરેકનો વ્યક્તિગત નિર્ણય | 2025-03-25 14:16:51
વટવામાં બુલેટ ટ્રેનના પિલ્લર પર મુકવામાં આવેલી ક્રેન તૂટી, કર્ણાવતી એક્સપ્રેસ સહિત અનેક ટ્રેનને અસર- Gujarat Post | 2025-03-24 09:25:29
અમદાવાદમાં હિસ્ટ્રીશીટર મોહમ્મદ મુશીરની ગેરકાયદેસર મિલકતો પર ફરી વળ્યું બુલડોઝર- Gujarat Post | 2025-03-22 17:17:59
કાજલ હિન્દુસ્તાનીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને કરી અપીલ, કહ્યું ગુજરાતમાં નેતાઓ મને હત્યાની ધમકી આપે છે, પોલીસ ફરિયાદ ક્યારે ? | 2025-03-20 17:03:52