સુરતઃ લિંબાયત વિસ્તારમાં 13 જુલાઈની રાત્રે યાદવ ટી-સેન્ટરના સંચાલક મનોજ સરોજ પર 5 પોલીસકર્મીઓએ મફતમાં સામાન ન આપવાની અદાવત રાખી ઢોર માર માર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી હતી. સ્થાનિક સ્તરે કોઈ ન્યાય ન મળતાં આખરે પીડિતે પુરાવાઓ સાથે હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યાં હતા.
પીડિત વેપારીના જણાવ્યાં અનુસાર, લિંબાયત પોલીસ મથકના ડી-સ્ટાફના કર્મચારીઓ રોજ તેમની દુકાનેથી ₹700 થી ₹800નો સામાન (ચા, પાણી, એનર્જી ડ્રિંક, સિગરેટ, માવો) મફતમાં લઈ જતા હતા. આર્થિક નુકસાન વધતાં જ્યારે પૈસા માગ્યા, ત્યારે પોલીસે દુશ્મનાવટ રાખી 13 જુલાઈની રાત્રે દુકાન બંધ કરતી વખતે જાતિસૂચક અપશબ્દો બોલી હુમલો કર્યો હતો.
સામે આવેલા CCTV ફૂટેજમાં પોલીસની અમાનવીયતા સ્પષ્ટ દેખાય છે. જેમાં રાત્રે 8:58 વાગ્યે બે પોલીસકર્મીઓ મનોજનો પીછો કરી તેને પકડી પાડે છે, વાળ ખેંચીને દંડા વડે બેફામ માર મારે છે. રાત્રે 9:50 વાગ્યે વધુ બે પોલીસકર્મીઓ દંડા સાથે પહોંચે છે અને જાળી પકડીને ઊભેલા ટી સેન્ટરના સંચાલક પર હુમલો ચાલુ રાખે છે. રાત્રે 10:45 વાગ્યે પાંચમો પોલીસકર્મી આવી પહોંચે છે અને તમામે ભેગા મળી મનોજને પગથી ઢસડીને, ખભા પર પગ મૂકી માર મારતાં લઈ જાય છે.
વેપારીનો આક્ષેપ છે કે લિંબાયત પોલીસ સ્ટેશનના ડી-સ્ટાફ રૂમમાં તેમને ભોંયતળિયે ઊંધા સુવડાવી, મોં અને પગ દબાવીને તળિયા તેમજ શરીરના પાછળના ભાગે 250થી વધુ દંડા ફટકારવામાં આવ્યા હતા. તમામ કાયદેસર લાઈસન્સ હોવા છતાં દોઢ કલાક સુધી અમાનુષી અત્યાચાર ગુજારાયો હતો.
મનોજે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે પેનડ્રાઈવ અને વીડિયો રેકોર્ડિંગ સાથે પુરાવા રજૂ કર્યા હતા. DCP દ્વારા તપાસના આદેશ અપાયા હોવા છતાં, અરજી ફરી તપાસ માટે લિંબાયત પોલીસને જ સોંપી દેવાતાં આરોપીઓ જ તપાસકર્તા બની ગયા હતા. સ્થાનિક સ્તરે ન્યાય ન મળતાં મનોજે હાઈકોર્ટમાં પોલીસ કમિશનર, DCP, PI, PSI અને ડી-સ્ટાફ સામે પિટિશન દાખલ કરી છે.
હાઇકોર્ટમાં ગયા બાદ પોલીસ દ્વારા તેમને સતત જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે અને તેમના ભાઈનું પણ અપહરણ કરવાનો પ્રયાસ કરાયો હોવાનો પીડિતે આક્ષેપ કર્યો છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
સુરતમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના, ટ્યુશન જવાનો સમય થયો ત્યારે 5 માં ધોરણની વિદ્યાર્થિની ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2026-09-12 17:24:31
સુરતમાં દંપતીને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.13 લાખની ઠગાઈ: મુંબઈનો ગઠિયો દિલ્હીથી ઝડપાયો | 2026-09-10 18:17:10
નવસારીમાં PM મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ | 2026-09-08 17:58:51
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
સુરતનું રિસર્ચ આધારિત સ્ટાર્ટઅપ નવીનમાર્ટ, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે MY FM એક્સેલન્સ એવોર્ડ 2026 થી સન્માનિત | 2026-09-01 08:33:03