(file photo)
ઇરાનઃ આંતરરાષ્ટ્રીય દરિયાઈ વેપારના મહત્વના માર્ગ ગણાતા હોર્મુઝ ખાડીમાં ફરી મુશ્કેલી ઉભી થઇ છે. ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા બે કોમર્શિયલ જહાજો પર ગોળીબાર કરીને જહાજો કબ્જે કરાયા છે. જેમાં એક ભારતીય તિરંંગો ધરાવતું આપણું જહાજ પણ છે.
અહેવાલ મુજબ, ઈરાને જે જહાજો પર કબ્જો કર્યો છે તેમાં ભારતીય ધ્વજ ધરાવતું જહાજ એપામિનોંડાસ પણ સામેલ છે. આ જહાજ દુબઈથી રવાના થઈને ગુજરાતના મુંદ્રા પોર્ટ પર આવી રહ્યું હતું. આ ઘટનાને પગલે ભારતીય નિકાસકારો અને દરિયાઈ સુરક્ષા એજન્સીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી અનુસાર, આ હુમલામાં ઓમાનના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં ભારે ગોળીબાર અને રોકેટ-પ્રોપેલ્ડ ગ્રેનેડ (RPG)નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. IRGCની એક ગનબોટ જહાજની અત્યંત નજીક આવી હતી અને કોઈ પણ પ્રકારના રેડિયો સંપર્ક વિના અચાનક ફાયરિંગ શરૂ કરી દીધું હતું. લાઇબેરિયાના ધ્વજ ધરાવતા કન્ટેનર જહાજના બ્રિજને હુમલામાં નુકસાન પહોંચ્યું છે.
BREAKING Cargo ship leaving Iran fired upon, stopped in water, says maritime agency pic.twitter.com/W6qoyaqWHl
— AFP News Agency (@AFP) April 22, 2026
સદનસીબે આ હુમલામાં કોઈ ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી. જહાજમાં આગ લાગવાની કે દરિયામાં કોઈ પણ પ્રકારના પર્યાવરણીય નુકસાન (ઓઈલ ગળતર)ના અહેવાલ નથી. ઈરાનના સરકારી ટીવીએ પુષ્ટિ કરી છે કે બે જહાજોને કબ્જે કરીને ઈરાન તરફ લઈ જવામાં આવી રહ્યાં છે. UKMTO (યુનાઈટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સ) ના જણાવ્યાં અનુસાર, ગ્રીક સંચાલિત જહાજના કેપ્ટને માહિતી આપી હતી કે તેમને પહેલા સ્ટ્રેટમાંથી પસાર થવાની મંજૂરી અપાઈ હતી, પરંતુ ત્યારબાદ અચાનક ગનબોટ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.
BREAKING Cargo ship leaving Iran fired upon, stopped in water, says maritime agency pic.twitter.com/W6qoyaqWHl
— AFP News Agency (@AFP) April 22, 2026
ડેટિંગ એપ પર સાયબર સેલનો નકલી PSI બની યુવતી સાથે ₹80,000ની છેતરપિંડી | 2026-05-20 17:17:25
વડોદરામાં VMC અધિકારીએ અંગત અદાવતમાં શિવલિંગ પર જેસીબી ફેરવ્યું; સ્થાનિકો બોલ્યા- આવું તો મુઘલ શાસનમાં થતું હતું | 2026-05-20 17:09:48
મૅલોડી ટૉફી વિવાદ: રાહુલ ગાંધીનો પીએમ મોદી પર નૌટંકી કહીને પ્રહાર | 2026-05-20 17:00:26
નોર્વેના એક અખબારે મોદીને ગણાવ્યાં મદારી, કાર્ટૂન પર હોબાળો મચ્યો | 2026-05-20 09:39:05
જામનગર સરકારી ડેન્ટલ કોલેજમાં કરોડોનું કૌભાંડ, 15 ચેક દ્વારા 1.36 કરોડ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર | 2026-05-20 09:20:31
અમદાવાદમાં રૂ. 226 કરોડના ક્રિપ્ટો નેટવર્કનો પર્દાફાશ, ડ્રગ્સ અને ટેરર ફંડિંગ સાથે જોડાયેલા છે તાર | 2026-05-20 08:52:41
આણંદમાં ACB ટ્રેપ, દર્દીનું ઓપરેશન કરવા જનરલ હોસ્પિટલના ડોક્ટરે લાંચ લીધી, માનવતા ક્યાં ગઇ ? | 2026-05-19 19:39:39
ક્રાઇમ સીટી રાજકોટઃ સગીરાને ઇન્સ્ટાગ્રામથી પ્રેમજાળમાં ફસાવી, ચાલુ કારમાં અને હોટલમાં 7 શખ્સોએ કર્યો ગેંગરેપ | 2026-05-19 17:13:52
ખંભાળિયા- દ્વારકા હાઇવે પર ચાલતી કારમાં આગ, પિતા અને પુત્રી જીવતા સળગી ગયા | 2026-05-19 14:12:19
અમેરિકામાં AI ના ડરથી MBA પ્રવેશમાં ઘટાડો, યુએસ કોલેજોએ ડિસ્કાઉન્ટ ઓફર કર્યું, ફીમાં 50 ટકા સુધીનો ઘટાડો | 2026-05-19 15:04:20
મિર્ઝાપુરના મર્ચન્ટ નેવી ઓફિસર મનીષ દ્વિવેદી અમેરિકામાં ગુમ, તેમના છેલ્લા શબ્દો આ હતા | 2026-05-19 13:56:35
લંડનના હેરોની ચૂંટણીમાં મૂળ ગુજરાતના ડાકોરના રંગદત્ત જોષીનો દબદબો, મંદિરોના મહંતોએ વોટ આપવા કરી અપીલ | 2026-05-05 20:11:09
વીડિયો, ચીનમાં ફટાકડાની ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ, 21 લોકોનાં મોત, 61 ઘાયલ | 2026-05-05 08:55:11