(પ્રતિકાત્મક ફોટો)
નવી દિલ્હીઃ પાકિસ્તાનની સરહદની અડીને આવેલા દેશના ચાર રાજ્યોમાં ગુરુવારે ફરી એકવાર મોક ડ્રીલ કરવાની હતી. પરંતુ કોઇ કારણોસર તે હાલમાં નહીં થાય, આ મોક ડ્રીલ ગુરુવારે સાંજે હાથ ધરવામાં હતી. મોક ડ્રીલ ગુજરાત, પંજાબ, રાજસ્થાન, જમ્મુ અને કાશ્મીરમાં થવાની હતી. લોકોને સતર્ક રહેવાની અને મોક ડ્રીલ દરમિયાન ન ગભરાવાની સૂચના આપી દેવાઇ હતી. પરંતુ હવે આ કાર્યક્રમમાં ફેરફાર કરાયો છે.
આ પહેલા કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લાઓમાં મોક ડ્રીલનો આદેશ આપ્યો હતો. પરંતુ ભારતે 6-7 મેની રાત્રે જ પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર સૈન્ય કાર્યવાહી કરી હતી.
ભારત અને પાકિસ્તાન વચ્ચે 3300 કિલોમીટરથી વધારે લાંબી સરહદ છે. જમ્મુ-કાશ્મીરને જોડતી સરહદ એલઓસી કહેવાય છે. અહીં વારંવાર પાકિસ્તાન ફાયરિંગ અને ઘૂસણખોરી કરે છે. જ્યારે પંજાબ, રાજસ્થાન અને ગુજરાતને જોડતી સરહદ ઈન્ટરનેશનલ બોર્ડર કહેવાય છે. ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાને આ રાજ્યોના વિવિધ શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી, જો કે ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ ઈરાદા પર પાણી ફેરવી દીધું હતું. આ પહેલા કેન્દ્ર સરકારે પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે 7 મેના રોજ દેશના 244 જિલ્લામાં મોક ડ્રીલનો આદેશ આપ્યો હતો.
જૂનાગઢ, ગીર સોમનાથમાં રેડ એલર્ટની આગાહી, રાજકોટ સહિત સાત જિલ્લામાં ઓરેન્જ એલર્ટ | 2025-06-17 09:29:09
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22