Thu,21 May 2026,4:40 am
Print
header

હાથમાં બંદૂક, આંખો પર કાળા ચશ્મા... ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, આ લોકોને સમજૂતી કરતા નથી આવડતું

  • Published By Panna Patel
  • 2026-04-29 17:26:54
  • /

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકા અને ઈરાન વચ્ચે સીઝફાયર લઈને હજુ સુધી કોઈ સમજૂતી થઈ શકી નથી. આ બાબતે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનની આકરી ટીકા કરી છે. ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, ઈરાન પોતાને યોગ્ય રીતે સંભાળી શકતું નથી. તેમને ખબર જ નથી કે પરમાણુ-રહિત સમજૂતી કેવી રીતે કરવામાં આવે છે.યોગ્ય છે કે તેઓ વહેલી તકે સમજદારી બતાવે !

બુધવારે ચાલી રહેલી વાતચીત અંગે ટ્રમ્પના વલણથી સ્પષ્ટ જણાય છે કે ઈરાન શાંતિ સમજૂતીમાં પરમાણુ મુદ્દાને વળગી રહ્યું છે. અમેરિકા અને ઈરાન વચ્ચેની શાંતિ ચર્ચા અત્યારે પરમાણુ મુદ્દા પર જ અટકી પડી છે. અહેવાલો અનુસાર, ટ્રમ્પે ઈરાન પ્રત્યે પોતાનું વલણ વધુ કડક બનાવ્યું છે. તેમણે પોતાના સહયોગીઓને લાંબા સમય સુધી આર્થિક અને સૈન્ય નાકેબંધી કરવાની વ્યૂહરચના તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા સંઘર્ષ બાદ હવે હોર્મુઝ  ખાડીની નાકેબંધીને લઈને ખેંચતાણ વધી છે. આ નાકાબંધી અત્યારે મહત્વના બંદરો અને દરિયાઈ માર્ગોને અસર કરી રહી છે. ઈરાને આ અઠવાડિયે અમેરિકાને એક નવો પ્રસ્તાવ મોકલ્યો છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવા અને સંઘર્ષ પૂરો કરવા પર ભાર મૂકાયો છે, પરંતુ પરમાણુ વાતચીતને પછીના તબક્કા માટે મુલતવી રાખવાની દરખાસ્ત છે.

એક રિપોર્ટ મુજબ, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ મધ્યસ્થી દેશો (પાકિસ્તાન, ઇજિપ્ત, તુર્કી અને કતાર) ને જણાવ્યું છે કે અમેરિકાની માંગણીઓ પર કેવી રીતે પ્રતિક્રિયા આપવી તે અંગે ઈરાની નેતૃત્વમાં કોઈ એકમતી નથી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch