Tue,17 June 2025,10:48 am
Print
header

મોકડ્રીલ...ગુજરાતમાં આજે ફરી બ્લેકઆઉટ દેખાયું અને વાગ્યા સાયરન- Gujarat Post

  • Published By
  • 2025-05-31 09:31:44
  • /

પાકિસ્તાન સાથે તનાવભરી સ્થિતી વચ્ચે મોકડ્રીલની

લોકોને યુદ્ધની સ્થિતીમાં શું કરવું તેની પ્રેક્ટીસ કરાવવામાં આવી

અમદાવાદઃ આજે ફરી સિવિલ ડિફેન્સ દ્વારા રાજ્યના સરહદી વિસ્તાર સહિત 18 જેટલા જિલ્લામાં સિવિલ ડિફેન્સ દ્વારા ઓપરેશન શિલ્ડ અંતર્ગત મોકડ્રિલ અને બ્લેક આઉટ કરવામાં આવ્યું. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સાંજના 5થી 8 વાગ્યા દરમિયાન અલગ અલગ સમયે સાયરન વગાડી મોકડ્રિલ-બ્લેકઆઉટ કરવામાં આવ્યુું, તેમાં પણ જે સ્થળે મોકડ્રિલ યોજાઇ હતી તેની આસપાસના વિસ્તારમાં જ બ્લેકઆઉટ કરાયું હતુ.

અમદાવાદ શહેરમાં શાહીબાગ કેન્ટોનમેન્ટ ખાતે, જ્યારે વીરમગામમાં પોલીસ લાઇન ખાતે સિવિલ ડિફેન્સ અભ્યાસનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આ બંને સ્થળે સાંજે 5 વાગ્યાથી જુદી જુદી છ પ્રકારની એક્ટિવિટીનો અભ્યાસ કરાયો હતો. ત્યાર બાદ આ બંને સ્થળે રાત્રે 7:45 વાગ્યાથી થોડી વાર માટે બ્લેકઆઉટ કરવામાં આવ્યું હતુ.

ભૂજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે મોકડ્રિલ યોજવામાં આવી હતી. જિલ્લા તંત્ર દ્વારા પાઠવાયેલી સત્તાવાર યાદી અનુસાર ભૂજમાં સ્મૃતિવન મ્યુઝિયમ એન્ડ મેમોરિયલ ખાતે સાંજે 5.30 કલાકે નાગરિક સંરક્ષણ મોકડ્રિલનું આયોજન કરાયું હતુ. રાત્રે 8 થી 8.30 વચ્ચે બ્લેકઆઉટ કરાયું હતુ.

બનાસકાંઠા જિલ્લામાં સાંજે 5 વાગ્યે સરહદી વિસ્તાર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ મોકડ્રિલનું આયોજન કરાયું હતુ, વાવ અને સુઈગામ તાલુકાના તમામ ગામડાઓમાં સાંજે 7.45 કલાક થી 8.15 કલાક સુધી સંપૂર્ણ બ્લેક આઉટ દેખાયું, આ મોકડ્રિલમાં યુદ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. વાવ સુઈગામના તમામ ગામડાઓમાં સાયરન વગાડીને બ્લેકઆઉટ કરાયું હતુ. આ બ્લેકઆઉટ દરમિયાન સ્ટ્રીટ લાઈટ, હોર્ડીગ અને દુકાનો તથા પોતાના ઘરમાં તેનું સંપૂર્ણ પાલન થાય એ માટે ખાસ સૂચન કરાયા હતા.

ઉલ્લેખનીય છે કે ગત 22 એપ્રિલના રોજ પહેલગામમાં આતંકી હુમલો થયા બાદ ભારતે 7 મેના રોજ પાકિસ્તાનના આતંકી અડ્ડાઓ પર એરસ્ટ્રાઇક કરી હતી. એરસ્ટ્રાઇકના જ દિવસે રાજ્યના 18 જિલ્લામાં મોકડ્રિલ-બ્લેક આઉટ કરવામાં આવ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch