Sat,20 April 2024,12:45 am
Print
header

ઓમિક્રોનનો કહેર, દક્ષિણ આફ્રિકામાં લેવલ-1નું લોકડાઉન લગાવી દેવાયું

(File Photo)

ડરબનઃ કોરોનાનો ફફડાટ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. ફરી એક વખત વિશ્વના અનેક દેશો ટ્રાવેલ પ્રતિબંધ જેવા આકરા નિર્ણયો લઈ રહ્યાં છે. દક્ષિણ આફ્રિકામાંથી મળેલો ઓમિક્રોન વેરિઅન્ટ અત્યાર સુધીમાં વિશ્વના 25 જેટલા દેશોમાં પહોંચી ચુક્યો છે. આ વેરિઅન્ટને લઈને સૌથી ખરાબ સ્થિતિ દક્ષિણ આફ્રિકામાં છે. સાઉથ આફ્રિકામાં લેવલ -1ના સ્તરનું લોકડાઉન લગાવી દેવાયું છે. જેને કારણે બજારો બંધ છે, સડકો સૂની થઈ ગઈ છે, લોકો ઘરમાં કેદ થઈ ગયા છે.

સાઉથ આફ્રિકામાં કુલ પ્રકારના લોકડાઉન લગાવવામાં આવે છે. જેમાં સૌથી કડક લોકડાઉન પાંચમી શ્રેણીનું માનવામાં આવે છે. હાલ અહીં લેવલ-1 લોકડાઉન છે, જો સ્થિતિ વધારે વણસે તો સરકાર કડક પગલાં લઈને લોકડાઉનનું લેવલ બદલી શકે છે. અહીંયા પાટા પર ચઢેલી ગાડી ફરી ઉતરી ગઈ છે. વેપારીઓના બિઝનેસ ઠપ્પ થઈ ગયા છે.

દક્ષિણ આફ્રિકાની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ કમ્યુનિકેબલ ડિસિઝના એક્ઝિક્યુટિવ ડાયરેકટર એડ્રિયન પ્યોરને જણાવ્યું કે સવાલ એ છે કે શું આ ડેલ્ટા વેરિયન્ટ કરતાં વધારે ઘાતક વેરિયન્ટ છે.અત્યાર સુધીમાં અમને જણાયું છે કે ચેપ પ્રસારણના મામલે આ કદાચ સ્પેશ્યલ વેરિયન્ટ છે.જો આ વેરિયન્ટ ડેલ્ટાની સરખામણીમાં વધારે ઝડપથી ફેલાશે તો તેના કારણે દર્દીઓની સંખ્યા વધવાને કારણે હોસ્પિટલો પર પણ ભારણ વધશે.આ વેરિયન્ટ કેટલો ખતરનાક છે, વર્તમાન કોરોના રસીઓ તેના પર કેટલી અસરકારક છે તેનો અંદાજ વિજ્ઞાાનીઓ એક મહિનામાં મેળવી લેશે.

દક્ષિણ આફ્રિકાના ચેપી રોગ નિષ્ણાતોના જણાવ્યાં અનુસાર ઓમિક્રોનનો ચેપ ધરાવતાં દર્દીઓમાં સૂકી ખાંસી, તાવ અને રાત્રે પરસેવો વળવા જેવા હળવા લક્ષણો જોવા મળે છે. નવા વેરિઅન્ટ મામલે સૌ પ્રથમ સંદેહ વ્યક્ત કરનારી ડો. એન્જેલિક કોએત્ઝીએ જણાવ્યું કે 18 નવેમ્બરે પહેલીવાર મારા ક્લિનિક પર સાત એવા દર્દીઓ જોવા મળ્યાં હતા,જેમાં ડેલ્ટા કરતાં અલગ સ્ટ્રેઇન જોવા મળ્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch