Thu,18 April 2024,9:56 pm
Print
header

ભયાનક સ્થિતી, કેનેડામાં ઓમિક્રોનના મળ્યાં 15 કેસ, ભારતનું વધી શકે છે ટેન્શન

ટોરન્ટોઃ દેશ અને દુનિયામાં ઓમિક્રોન નવી મુસીબત બની ગયો છે. કેનેડાએ ઓમિક્રોનના 15 કેસ મળ્યાં હોવાની પુષ્ટિ કરી છે. જે બાદ કોરોના ફરી વખત તીવ્ર ગતિએ ફેલાવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાહેર સ્વાસ્થ્ય અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

કેનેડામાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે તેઓ સતત ભારત આવતા-જતાં રહે છે.આ સ્થિતિમાં ઓમિક્રોનના કેસ મળવા ભારત માટે પણ ચિંતાની વાત છે. બીજી તરફ દેશમાં કેનેડાથી પરત ફરેલા યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેનેડામાં વધી રહેલા કેસ ચિંતા વધારનારા છે, કારણ કે અત્યાર સુધી દક્ષિણ આફ્રિકાથી આવતાં યાત્રીઓને લઈ એલર્ટ મોડ છે. પરંતુ હવે કેનેડામાં પણ ઓમિક્રોનના કેસ વધવા લાગ્યા છે, જે ભારત માટે સાવધાની રાખવાનું દર્શાવે છે.

દક્ષિણ આફ્રિકામાં ઓમિક્રોનના કેસ વધ્યા બાદ ચિંતાની સ્થિતિ ઉભી થઈ છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને આગામી ત્રણ મહિના સુધી વાયરસ સામે લડવા દક્ષિણ આફ્રિકન દેશોને 12 મિલિયન અમેરિકન ડોલરનું ઈમરજન્સી ફંડ જાહેર કર્યું છે. ઓમિક્રોન કોરોનાનો અત્યાર સુધીનો સૌથી સંક્રમણ વેરિયન્ટ છે. તેનાથી સંક્રમિત થનારા મોટાભાગના દર્દીઓને થાક, ગળામાં ખારાશ, માંસપેશીમાં દર્દ જેવા લક્ષણો જોવા મળે છે. વ્યક્તિની સ્વાદ અને ગંધની ક્ષમતામાં કોઈ બદલાવ જોવા મળ્યો નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch