Thu,25 April 2024,6:31 am
Print
header

કર્ણાટક, ગુજરાત બાદ મુંબઇમાં ઓમિક્રોનની એન્ટ્રીથી ફફડાટ, અત્યાર સુધી ભારતમાં ચાર કેસ નોંધાયા

મુંબઇઃ દેશમાં ઓમિક્રોનનો ચોથો કેસ નોંધાયો છે. વિદેશથી મુંબઈ પરત આવેલા વ્યક્તિમાં કોરોનાના નવા વાયરસ ઓમિક્રોનની પુષ્ટિ થઈ છે. મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગના નિયામકએ જણાવ્યું કે મુંબઈ નજીક કલ્યાણ ડોમ્બિવલી મ્યુનિસિપલ વિસ્તારમાં વિદેશથી પરત ફરેલા 33 વર્ષીય વ્યક્તિમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનની પુષ્ટિ થઇ છે. તે સાઉથ આફ્રિકાથી દુબઈ અને પછી દિલ્હી અને ત્યાંથી 24 નવેમ્બરે મુંબઈ આવ્યો હતો. તેણે અત્યાર સુધી કોરોના વેક્સિન લીધી નથી. મુંબઈમાં ઉતરતી વખતે તેને માત્ર હળવો તાવ હતો. તેનામાં કોરોનાના બીજા કોઈ લક્ષણો જણાયા ન હતા. દિલ્હી-મુંબઈ ફ્લાઈટના અન્ય 25 લોકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. સંક્રમિતના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.

હાઇ રિસ્ક ધરાવતા દેશોમાંથી મુંબઈ પહોંચવા પર 7 દિવસ ફરજિયાત ક્વોરેન્ટાઈન કરવામાં આવે છે.ઓમિક્રોનના ખતરાને જોતા BMCએ આ આદેશ જારી કર્યો હતો. સાથે એરપોર્ટ પ્રશાસનને પણ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ વિદેશથી આવતા તમામ મુસાફરોની માહિતી કંટ્રોલ રૂમ સાથે શેર કરે.

સૌથી પહેલા બે કેસ કર્ણાટકમાં નોંધાયા છે ત્યાર બાદ ગુજરાતના જામનગરનો એક વ્યક્તિનો પણ ઓમિક્રોન ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે , હવે મુંબઈમાં ઓમિક્રોન વેરિયન્ટનો ચોથો કેસ નોંધાયો છે. કર્ણાટકમાં ઓમિક્રોનના ખતરાને જોતા ભીડ વ્યવસ્થાપન માટે નિર્દેશો આપવામાં આવ્યાં છે. મીડિયા સાથે વાત કરતા સીએમ બસવરાજ બોમાઈએ કહ્યું કે તમામ શાળાઓ, કોલેજો અને એપાર્ટમેન્ટ્સમાં ભીડ વ્યવસ્થાપન માટે સૂચના આપવામાં આવી છે. બેંગ્લોર મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ આ મામલે ખાસ ધ્યાન આપે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch