Thu,25 April 2024,9:17 pm
Print
header

ઓલિમ્પિકમાં રશિયાને સૌથી મોટો ઝટકો, વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ બધા જ ખેલાડીઓ પર 4 વર્ષનો પ્રતિબંધ લગાવ્યો

મોસ્કો: વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ રશિયાને લઇને સૌથી મોટો નિર્ણય જાહેર કર્યો છે, આગામી વર્ષે જાપાનના ટોકયોમાં યોજાનારા ઓલિમ્પિકમાં રશિયાના ખેલાડીઓ ભાગ લઇ શકશે નહીં, 2022 બેઇઝિંગ વીંટર ઓલિમ્પિકમાંથી પણ તેમને હટાવી દેવામાં આવ્યાં છે. આગામી 4 વર્ષ સુધી રશિયાના ખેલાડીઓ આ રમતોમાંથી બહાર થઇ ગયા છે.

વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સીએ આરોપ લગાવ્યો છે કે રશિયા દ્વારા ડોપિંગના આંકડા ખોટા આપવામાં આવી રહ્યાં છે, રશિયાની પ્રયોગશાળાઓ ખોટા આંકડાઓ અન્ય દેશોમાં રજૂ કરી રહી છે, અત્યાર સુધી 546 ઓલિમ્પિક મેડલ જીતનારો દેશ રશિયા હવે તેમાંથી બહાર થઇ જતા અનેક ખેલાડીઓના સપના ચકનાચૂર થઇ ગયા છે.

2015ના એક રિપોર્ટ મુજબ રશિયન ખેલાડીઓના ડોપિંગ કરવાના પૂરાવા મળ્યાં હતા, ત્યારથી રશિયન ખેલાડીઓ પર નજર હતી, ત્યાર પછી રશિયા દ્વારા કેટલાક ખેલાડીઓને દૂર પણ કરાયા હતા અને હવે તમામ રમતો પર પ્રતિબંધ લગાવી દેવાયો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch