Tue,17 June 2025,10:27 am
Print
header

રૂપિયા 10 લાખની લાંચ લેતા IAS અધિકારી ઝડપાયા, ઘરમાંથી મળ્યાં લાખો રૂપિયા

  • Published By
  • 2025-06-09 15:13:25
  • /

ઓડિસ્સાઃ વધુ એક લાંચિયા સરકારી અધિકારીનો પર્દાફાશ થયો છે. ઓડિશા વિજિલન્સ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરતાં કાલાહાંડી જિલ્લામાં તૈનાત 2021 બેચના IAS અધિકારીને 10 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા  છે. આરોપી IAS અધિકારી ધીમન ચકમા હાલમાં ધરમગઢમાં નાયબ કલેક્ટર તરીકે ફરજ પર હતા.

વિજિલન્સ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચકમાએ ઉદ્યોગપતિ પાસેથી 20 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. જેમાં પહેલા હપ્તા તરીકે 10 લાખ રૂપિયાની માગ કરતા ધમકી આપી હતી કે, જો રકમ ચૂકવવામાં નહીં આવે તો વેપારી સામે કાર્યવાહી કરવામાં આવશે. બાદમાં પીડિત ઉદ્યોગપતિએ વિજિલન્સ ડિરેક્ટોરેટમાં ફરિયાદ કરી હતી.

અધિકારીઓએ રવિવારે સાંજે ધરમગઢ સ્થિત ચકમાના સરકારી નિવાસસ્થાન પર દરોડા કર્યાં હતા. વિજિલન્સ વિભાગે જણાવ્યું કે ચકમાએ ફરિયાદીને ઘરે બોલાવીને નોટોના બંડલ લઈને ટેબલના ડ્રોઅરમાં મુક્યાં હતા. ત્યારે જ વિજિલ્સે તેમને ઝડપી લીધા હતા.

બાદમાં અધિકારીના સરકારી નિવાસસ્થાને તપાસ કરવામાં આવી હતી, જેમાં 47 લાખ રૂપિયા રોકડા મળી આવ્યાં હતા. મિલકતોના દસ્તાવેજો અને ડિઝિટલ પુરાવા પણ મળી આવ્યાં છે.

ચકમા ત્રિપુરાના કંચનપુરના રહેવાસી છે. તેમણે NIT અગરતલામાંથી કોમ્પ્યુટર સાયન્સમાં સ્નાતક થયા બાદ UPSC પાસ કરી હતી. અગાઉ તે મયુરભંજ જિલ્લામાં ઓડિશા કેડર ભારતીય વન સેવા (IFS) અધિકારી તરીકે સેવા આપી ચૂક્યાં છે, હાલમાં તેમની ધકપકડ કરવામાં આવી છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch