Sat,20 April 2024,1:44 am
Print
header

ઓડિશામાં ત્રણ ટ્રેન અથડામણમાં અંદાજે 233 લોકોનાં મોત, 1000થી વધુ ઘાયલ

ઓડિશા: બાલાસોરમાં બે પેસેન્જર ટ્રેન અને એક માલગાડી પાટા પરથી ઉતરી જતાં થયેલા ટ્રેન અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 233 પર પહોંચી ગયો છે. ઓડિશાના મુખ્ય સચિવ પ્રદીપ જેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. હજુ મૃતકોની સંખ્યા વધી શકે છે. આ અકસ્માતમાં 1000થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. ઘટના બાદ બચાવકર્મીઓ ફસાયેલા લોકોને બચાવવામાં લાગેલા છે.

ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે 2 જૂન 2023 ના રોજ બાલાસોર જિલ્લાના બહનાગા ખાતે ટ્રેન દુર્ઘટનાના પગલે એક દિવસના રાજ્ય શોકનો આદેશ આપ્યો છે. 3 જૂને સમગ્ર રાજ્યમાં કોઈ ઉજવણી કરવામાં આવશે નહીં.

રેલ્વે મંત્રીએ આ દુર્ઘટના અંગે કહી આ વાત

ઘટના સ્થળે પહોંચેલા રેલવે મંત્રીએ કહ્યું કે આ એક દર્દનાક અકસ્માત છે. રેલ્વે, NDRF, SDRF અને રાજ્ય સરકાર બચાવ કાર્યમાં લાગેલી છે. આરોગ્યની વધુ સારી સુવિધાઓ આપવામાં આવી રહી છે. ગઈકાલે વળતરની જાહેરાત કરવામાં આવી હતી. અકસ્માતની તપાસ માટે ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ સાથે રેલવે સેફ્ટી કમિશનર પણ ઘટના સ્થળની મુલાકાત લેશે અને અકસ્માતનું કારણ શું હતું તેની તપાસ કરશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch