Thu,25 April 2024,5:20 am
Print
header

OBC બિલ સુધારા મુદ્દે હવે નવી રાજનીતિ, હાર્દિક પટેલ સુરતમાં જૂના સાથીઓને મળશે

પાટીદારોને ઓબીસીમાં સમાવવાથી માંડીને કોંગ્રેસમાં ચાલતા ધમાસાણ અંગે થશે ચર્ચા 

અમદાવાદઃ પાટીદાર આંદોલનના નેતા અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ હવે કંઇ નવું કરવા જઇ રહ્યાં હોય તેમ લાગે છે. કોંગ્રેસમાં સતત અવગણના પછી હવે હાર્દિક તેના જૂના સાથીઓને મળશે. ઓબીસીમાં કોઇ પણ જ્ઞાતિઓને સમાવવાની સત્તા રાજ્યોને આપ્યાં પછી હવે હાર્દિક એક્ટિવ દેખાય છે. આગામી બે દિવસ હાર્દિક પટેલ સુરતની મુલાકાતે છે. જેમાં તે આંદોલન સમયના જૂના સાથીદારો અને કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠકો કરશે. સંસદમાં ઓબીસી સુધારણા બિલની મંજૂરી મળતા પાટીદાર જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરવા મુદ્દે અહી ચર્ચા કરવામાં આવશે.

હાર્દિક પટેલ 12 અને 13 ઓગસ્ટના રોજ સુરતની રાજકીય મુલાકાતે જશે. તે પહેલા જ હાર્દિક પટેલે આ અંગે જાહેરાત કરતા જણાવ્યું કે  મારા સુરતના મિત્રો અને આંદોલન સમયના સાથીઓ, પાર્ટી કાર્યકર્તાઓ હું આવતા બે દિવસ સુરતની મુલાકાતે છું. આ મુલાકાત દરમિયાન હું આપ સૌને મળવા માંગુ છું, આપના વિવિધ સૂચનો અને સમસ્યાઓ જાણવા માંગુ છું જેથી આવનાર દિવસોમાં આપ સૌ માટે હું કામ કરી શકું.  

ઓબીસી બિલ પાસ થયું છે ત્યારે પાટીદાર જ્ઞાતિનો ઓબીસીમાં સમાવેશ કરવા માટે અને આગામી ચૂંટણીમાં રૂપરેખા નક્કી કરવા અંગે હાર્દિક પટેલ અને અલ્પેશ કથીરિયા તેમજ અન્ય પાટીદાર અગ્રણીઓ સાથે વિસ્તૃતમાં ચર્ચા થઇ શકે છે.

નોંધનિય છે કે હાર્દિક પટેલ અને તેના સાથીઓએ જ પાટીદાર અનામત મુદ્દે જલદ આંદોલન ચલાવ્યું હતુ હવે સરકારે ઓબીસી મુદ્દે બિલમાં મોટો સુધારો કરતા અનેક જ્ઞાતિઓને તેનો લાભ મળશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch