Fri,26 April 2024,1:41 am
Print
header

ડાયટમાં આ સુપરફૂડ ખાવાથી મળશે અઢળક ફાયદા, હેલ્થ અને સ્કિન માટે બેસ્ટ છે

ઓટ્સ ખાવાના અનેક ફાયદાઓ છે, હેલ્થ અને સ્કિન માટે વધારે ફાયદેમંદ સાબિત થાય છે, જે બજારમાં અલગ અલગ પ્રકારના ફ્લેવરમાં ઉપલબ્ધ છે. સામાન્ય રીતે ઓટ્સને હેલ્થ માટે ખુબ સારા અને હેલ્ધી માનવામાં આવે છે, તમારી સ્કિન અને સૌંદર્ય માટે પણ તે ખૂબ જ લાભદાયક હોય છે. રોજ તેનો ઉપયોગ કરવાથી ઘણી તકલીફોમાં આરામ મળે છે, ડાયટમાં આ સુપરફૂડનો ઉપયોગ કરવામાં આવે છે, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ અને વિટામીન-બીથી ભરપુર ઓટ્સ ખુબ ફાયદાકારક અને તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. 

ઓટ્સમાં મળી આવતા ઇનોજિટોલ લોહીમાં ચરબીના સ્તરને નિયંત્રિત કરે છે,  તે શરીરની વધારાની ચરબીને પણ ઘટાડે છે, ઓટ્સ પેટ સંબંધિત રોગોમાં પણ લાભ આપે છે, તે કબજિયાતને દુર કરીને પેટ ખરાબ હોવાની સમસ્યામાંથી રાહત આપે છે, શરીરમાં ગરમી વધવાના કારણે થતી સમસ્યાઓ જેમ કે ચક્કર આવવા, ગભરામણ થવી જેવી સમસ્યાઓમાં ઓટ્સ ફાયદાકારક છે, કેમ કે તેની પ્રકૃતિ ઠંડી હોય છે. ઓટમીલ બાથ લેવાથી ત્વચાની જલન થતી નથી, ઓટ્સને દૂધમાં મિક્સ કરીને બનાવેલા સ્ક્રબનો પ્રયોગ કરવાથી ત્વચાની ચમક વધી જાય છે, ત્વચા લાંબા સમય સુધી યુવાન રહે છે અને સુંદર દેખાય છે

નાસ્તામાં ઓટ્સ ખાવાથી ડાયાબિટીસની સમસ્યામાં લાભ થાય છે, કેમ કે તે ઈન્સ્યુલિનના સ્તરને નિયંત્રણમાં રાખવામાં સહાયક છે. તેનાથી બનેલું ફેસ પેક ચહેરા પર લગાવવાથી ત્વચા કોમલ અને સ્વસ્થ બને છે, કેન્સરથી બચાવ માટે ઓટ્સનો નિયમિત પ્રયોગ કરવામાં આવે છે. તેના પ્રયોગથી હ્રદય રોગનો ખતરો પણ ઘટે છે તેમ જ તે હ્રદયની ધમનીઓમાં ચરબી જમા થતા રોકે છે.

વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar