પેરિસ: ફ્રાન્સમાં આગામી વર્ષના બજેટમાં ભારે કાપની યોજનાઓ સામે ટ્રેડ યુનિયનો દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી હતી. અને લોકોએ રેલી કાઢી હતી. આ વિરોધ પ્રદર્શનમાં શિક્ષકો અને આરોગ્ય કર્મચારીઓ સહિત અન્ય લોકોનો સમાવેશ થતો હતો. આ હડતાળના કારણે એફિલ ટાવરને બંધ કરવાની ફરજ પડી હતી. દેખાવકારો રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન અને વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નૂ પર દબાણ વધારી રહ્યાં છે.
ટ્રેડ યુનિયનના નેતાઓની માંગ છે કે નિવૃત્તિની વયમાં કરાયેલો વધારો પાછો ખેંચવામાં આવે અને ધનિકો પર વધુ કર લગાવવામાં આવે, આ પ્રદર્શનમાં ફ્રાન્સના સૌથી મોટા સંઘ, સીએફડીટી અને કટ્ટરપંથી સીજીટીના નેતાઓ જોડાયા હતા.
સીજીટીના મહાસચિવ સોફી બિનેટે જણાવ્યું કે, અગાઉના બજેટ પ્રસ્તાવમાં કામદારોને સંબંધિત તમામ કાપને કાયમ માટે સમાપ્ત કરવો પડશે. 44 અબજ યુરોના બજેટમાં કાપ મૂકવાની યોજનાને કારણે અગાઉના વડાપ્રધાન ફ્રાંસ્વા બાઉને સંસદ દ્વારા પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. જોકે, રસ્તાઓ પર ઉતરેલા લોકોની સંખ્યા અગાઉના પ્રદર્શનોની સરખામણીમાં ઓછી રહી હતી.
નૈનટેસમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થયેલા ડોમિનિક મેનિયરે કહ્યું, ભલે અમે ઓછા હોઈએ, પણ અમારે લડાઈ ચાલુ રાખવી પડશે. દર વખતે અમને એક દિવસનું નુકસાન થાય છે, પણ લોકશાહી સામાન્ય રીતે આ રીતે જ આગળ વધે છે.
સીજીટી યુનિયનના જણાવ્યાં અનુસાર, ફ્રાન્સમાં ડીજા, મેત્ઝ, પોઇટિયર્સ અને મોન્ટપેલિયર સહિત 240 થી વધુ સ્થળોએ પ્રદર્શન યોજાયા હતા.વ્યવસ્થા જાળવવા માટે હજારો પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યાં છે.
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19
ઓમાનના દરિયામાં જહાજ પર અમેરિકાએ કર્યો હુમલો, ત્રણ ભારતીયોના મોત બાદ ભારતનું કડક વલણ | 2026-06-11 09:03:45
પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર ક્રેશ, સવાર તમામ સૈન્યકર્મીઓનાં મોત | 2026-06-10 18:36:26
અમેરિકાએ અપાચે હેલિકોપ્ટર તોડી પાડવાનો બદલો લીધો, ઈરાન પર ફરી કર્યો હુમલો | 2026-06-10 08:07:08
ટ્રમ્પને મોટો ફટકો ! કોર્ટે H-1B વિઝા ફી વધારીને 1 લાખ ડોલર કરવાના કાયદાને રદ કર્યો, ભારતીયો માટે મોટી રાહત | 2026-06-09 08:45:20
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39