અમદાવાદ: શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ નામના કોમ્પ્લેક્સમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુદ્ધના ધોરણે બચાવ કામગીરી હાથ ધરી હતી.
સાયન્સ સિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલિગન્સ કોમ્પ્લેક્સમાં ત્રીજા માળે આગ લાગી હતી.કોમ્પ્લેક્સમાંથી કેટલાક લોકો લિફ્ટમાં ફસાયા હોવાના મેસેજ મળતાં જ ફાયર બ્રિગેડની 8 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડ દ્વારા 50થી વધુ લોકોને બચાવીને સુરક્ષિત નીચે લાવવામાં આવ્યાં હતા.
બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે ફાયર વિભાગ દ્વારા હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત લિફ્ટમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં હતા.
હાલમાં આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ચાલી રહી છે. સદભાગ્યે, ઝડપી બચાવ કામગીરીને કારણે કોઈ મોટી જાનહાનિ કે ગંભીર ઈજાઓના અહેવાલ નથી, આગ અંગેની વધુ તપાસ ચાલી રહી છે. આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવાની કામગીરી પૂર્ણ થયા બાદ નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગી હતી. જેના કારણે લાખો રૂપિયાનું નુકસાન થયું હતું.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
આ કાકાએ આ ઉંમરમાં રૂ.2500 ની લાંચ લીધી અને ACB એ તેમને ઝડપી લીધા | 2026-08-14 15:38:50
અમદાવાદઃ સોલામાં આવેલી ઉમિયા કેમ્પસ હોસ્ટેલમાં 16 વર્ષીય વિદ્યાર્થીએ કર્યો આપઘાત | 2026-08-14 09:56:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
ઉસને મુજે છોડ દિયા, ડિવોર્સ દે દિયા. મેં અબ ઉસકે બિના નહીં રહે સકતી.. 17 વર્ષની સગીરાએ સાબરમતી નદીમાં ઝંપલાવ્યું | 2026-08-13 16:29:07