Sat,20 April 2024,1:59 pm
Print
header

તાનાશાહ કિમ જોંગે ફેમિલી સાથે લગાવી સીક્રેટ કોરોના વેક્સિન

નોર્થ કોરિયાઃ તાનાશાહ કિમ જોંગ અને તેમના પરિવારે કોરોનાની વેક્સિન લગાવી દીધી હોવાનો દાવો 19fortyfive.com અને  જાપાનના બે ખુફિયા સૂત્રોએ કર્યો છે. અહેવાલમાં જાણવા મળ્યું છે કે કિમ જોંગની સાથે નોર્થ કોરિયાના ઘણા અન્ય હાઉસ રેન્કના અધિકારીઓ અને કિમના પરિવારના લોકોને કોરોના વેક્સિન લગાવવામાં આવી છે. ચીન સરકારે નોર્થ કોરિયાને સિક્રેટ કોરોના વેક્સિન સપ્લાઇ કરી હતી. પહેલા રોયટર્સના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે અસ્ટ્રાજેન્કા કંપનીની કોરોના વેક્સિનનો ડેટા હેક થયો હતો, કોરિયાએ તેનો ઉપયોગ કર્યો હતો. 

પહેલાથી નોર્થ કોરિયા મોટી ગરીબીનો સામનો કરી રહ્યું છે અને કોરોનાને લઇને દેશની આર્થિક સ્થિતિ ખરાબ છે. નોર્થ કોરિયા અનેક પ્રકારના આર્થિક નિયંત્રણો પર ચાલે છે. કોરોનાથી બચાવવા માટે નોર્થ કોરિયાને જાન્યુઆરીમાં બોર્ડર બંધ કરી  હતી. તેમ છતાં અહીં કોરોનાના કેટલાક કેસ સામે આવ્યા હતા. એક અહેવાલમાં સામે આવ્યું છે કે નોર્થ કોરિયાએ કોરોનાથી પીડિત લોકોને સિક્રેટ કેમ્પમાં ભૂખ્યા મરવા માટે છોડી દીધા છે.

નોંધનિય છે કે કિમ લોકોને ક્રૂર મોત આપી રહ્યો છે અગાઉ પણ તેને દુશ્મનો અને પોતાના નજીકના લોકોને જુદી જુદી રીતે મોતને ઘાટ ઉતાર્યા હતા હવે કોરોનાનો ચેપ જે લોકોને લાગ્યો છે તેમને પણ મોત આપવામાં આવી રહ્યું હોવાના અહેવાલ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch