Fri,19 April 2024,2:55 pm
Print
header

એલિયન્સે ફૂગ્ગા ભરીને વાયરસ ફેંક્યો ! ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગનો દાવો- Gujarat Post

ઉત્તર કોરિયાઃ કોરોના વાયરસને કારણે દુનિયા છેલ્લા 3 વર્ષથી પરેશાન છે.તેની રસી આવી ગઇ હોવા છંતા છતાં વિશ્વમાં હજુ પણ કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ અત્યાર સુધી કોઈ કહી શક્યું નથી કે કોરોના વાયરસની ઉત્પત્તિ ક્યાં અને કેવી રીતે થઈ હતી ? હવે ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને કોરોના વાયરસને લઈને એવું નિવેદન આપ્યું છે કે જેની સમગ્ર વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. કિમ જોંગે દાવો કર્યો છે કે એલિયન્સને કારણે કોરોના ફેલાઈ રહ્યો છે.

કિમ જોંગે કહ્યું કે તેમના દેશમાં પહેલો કોરોના કેસ એલિયન્સને કારણે જોવા મળ્યો છે.એલિયન્સે દક્ષિણ કોરિયા સાથે જોડાયેલી સરહદ પરથી બલૂનમાં વાયરસ ફેંક્યો ત્યારથી દેશમાં કોરોના વાયરસ ફેલાઈ ગયો છે. ઉત્તર કોરિયામાં છેલ્લા કેટલાક સમયથી અફવા ફેલાઈ હતી કે એપ્રિલમાં 18 વર્ષના સૈનિક અને 5 વર્ષના બાળકે 'એલિયન જેવી વસ્તુ'ને સ્પર્શ કર્યો હતો. જે બાદ બંનેમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. પછી દેશભરમાં કોરોનાના કેસ આવવા લાગ્યા છે.

જો કે ઉત્તર કોરિયાના પાડોશી દેશ દક્ષિણ કોરિયાએ એલિયન્સથી ફેલાતી થિયરીને બકવાસ ગણાવી છે.સિઓલ યુનિવર્સિટીના પ્રોફેસરનું કહેવું છે કે કિમ જોંગના દાવા પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે, કારણ કે વસ્તુઓ દ્વારા વાયરસ ફેલાવવાની શક્યતા ઘણી ઓછી છે.

ઉત્તર કોરિયાની ન્યૂઝ એજન્સી KCNA અનુસાર, સરકારે સરહદને અડીને આવેલા વિસ્તારો માટે કેટલીક સૂચનાઓ આપી છે. કહ્યું કે સરહદની નજીક રહેતા લોકોએ હવામાંથી આવતી વસ્તુઓ એટલે કે ફૂગ્ગા અને એલિયન્સ જેવી વસ્તુઓથી સાવધાન રહેવું જોઈએ. જો કોઈ આવી વસ્તુ જુએ તો પોલીસને જાણ કરી દેવી જોઇએ.

ઉત્તર કોરિયામાં લગભગ અઢી વર્ષ સુધી કોરોના વાયરસથી બચી ગયા પછી ગત એપ્રિલના અંતથી લગભગ 20 લાખ લોકોને રહસ્યમય તાવ હોવાનું નિદાન થયું હતું. 12 મેના રોજ ઉત્તર કોરિયાએ જાહેરાત કરી હતી કે તેમના દેશમાં કોરોના વાયરસ પ્રથમ વખત જોવા મળ્યો હતો.આ પછી કિમ જોંગે સમગ્ર દેશમાં લોકડાઉન લગાવી દીધું હતું. જો કે એલિયન્સની વાત માન્યામાં આવી તેવી નથી, કિમની વાતની હવે મજાક ઉડી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch