ઉ.પ્રદેશઃ ઉત્તર પ્રદેશમાં વર્લ્ડ ક્લાસ ફિલ્મ સિટીની શરૂઆત થઈ રહી છે. નોઈડા પાસે યમુના ઓથોરિટીમાં ફિલ્મ સિટી માટે જગ્યા પસંદ કરાઈ છે.ઉત્તર પ્રદેશમાં ફિલ્મ સિટીને લઈને ઉદ્યોગપતિઓ અને ફિલ્મ જગતના લોકો સાથે વાતચીત કરવા સીએમ યોગી આદિત્યનાથ મુંબઈના પ્રવાસે છે. જ્યાં શિવસેનાએ યોગી સરકાર પર સવાલ ઉઠાવ્યાં છે. તેમણે અનેક ફિલ્મી હસ્તીઓની મુલાકાત કરી હતી. ત્યાર બાદ પ્રેસ કોન્ફરન્સમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, હું ઉત્તર પ્રદેશની જનતાની સુવિધાઓ વધારવા માટે અહીં આવ્યો છું. આજે અહીં BSEમાં ઉત્તર ભારતની પહેલી મ્યુનિસિપલ કોર્પોરેશન, લખનઉ નગર નિગમના મ્યુનિસિપલ બોન્ડ બહાર પાડવામાં આવ્યાં છે. આ અમારા માટે ઐતિહાસિક આયોજન છે. હું યુપીનો પહેલો સીએમ છું જે ઉત્તર ભારતના કોઈ મ્યુનિસિપલ ઓર્ગેનાઈઝેશન બોન્ડ બહાર પાડવા આવ્યો છું.
યોગી આદિત્યનાથે કહ્યું કે છેલ્લા 3 વર્ષમાં 3 લાખ કરોડનું રોકાણ યુપીમાં થયું છે. અમે ફિલ્મ સિટી બનાવવાની યોજના પર કામ કરી રહ્યાં છીએ. જલદી ઝેવરમાં વર્લ્ડ ક્લાસ ફિનટેક અને ઈલેક્ટ્રોનિક સિટી બનાવવાનું કામ પણ શરૂ કરાશે.ભારતની અર્થવ્યવસ્થા 5 ટ્રિલિયન યુએસ ડોલરની બનાવીશું. અમે યુપીમાં કાયદાકીય વ્યવસ્થામાં સુધારો કર્યો છે. યુપીમાં એક વર્લ્ડ ક્લાસિક ફિલ્મ સિટી બનાવવાની યોજના છે, અમે તેના માટે આ ક્ષેત્રના નિષ્ણાતો સાથે ચર્ચા કરી રહ્યાં છીએ.
તેમણે કહ્યું કે અમે પ્રસ્તુત ફિલ્મ સિટી માટે એનસીઆરમાં 1000 એકર જમીનની ખરીદીની યોજના બનાવી રહ્યા છીએ, તે ઝેવર એરપોર્ટથી માત્ર 6 કિમી દૂર છે. આ એરપોર્ટ એશિયાનું સૌથી મોટું એરપોર્ટ હશે. આ જગ્યાએથી દર અડધા કલાકે દેશની રાજધાની દિલ્હી, અડધા કલાકમાં મથુરા અને 45 મિનિટમાં આગ્રા પહોંચી શકાય છે.
નોંધનિય છે કે યોગીની મુંબઇમાં કલાકારો સાથેની મુલાકાતથી ઉદ્ધવ સરકાર નારાજ થઇ છે. યોગી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને યુપીમાં ખેંચી જવાનો મોટો પ્લાન બનાવીને આગળ વધી રહ્યાં છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03