Sun,16 November 2025,6:22 am
Print
header

તમે તેના હકદાર હતા: વેનેઝુએલાના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયાએ ટ્રમ્પને સમર્પિત કર્યો એવોર્ડ

  • Published By Panna patel
  • 2025-10-11 11:00:17
  • /

લાંબા સમયથી ટ્રમ્પ કરી રહ્યાં હતા નોબેલ પુરસ્કાર પર દાવો

નોબેલ પુરસ્કાર વિજેતા મારિયા વેનેઝુએલાના પીડિત લોકો માટે કામ કરે છે

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે તેમને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર ન મળવા પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે દાવો કર્યો કે વેનેઝુએલાના વિપક્ષી નેતા અને નોબેલ વિજેતા મારિયા કોરિના મચાડોએ આ એવોર્ડ મારા સન્માનમાં સ્વીકાર્યો છે.

મીડિયા સાથે વાતચીત કરતાં ટ્રમ્પે દાવો કર્યો કે, જેને ખરેખર નોબેલ પુરસ્કાર મળ્યો હતો, તેણે આજે મને ફોન કર્યો અને કહ્યું, હું તમારા સન્માનમાં આ સન્માન સ્વીકારી રહી છું કારણ કે તમે ખરેખર તેના હકદાર હતા, તે ખૂબ સારી વાત છે. જે બાદ
ટ્રમ્પે ભારપૂર્વક જણાવ્યું કે તેઓ ખુશ છે કારણ કે તેમણે લાખો લોકોનો જીવ બચાવ્યો છે.

નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મારિયા કોરિના મચાડોએ પોતાનો પુરસ્કાર માત્ર વેનેઝુએલાના લોકોને જ નહીં, પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ સમર્પિત કર્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે લખ્યું, હું આ પુરસ્કાર વેનેઝુએલાના પીડિત લોકો અને અમારા ઉદ્દેશ પ્રત્યે તેમના નિર્ણાયક સમર્થન માટે રાષ્ટ્રપતિ ટ્રમ્પને સમર્પિત કરું છું.

આ પહેલાં, વ્હાઇટ હાઉસે નોબેલ સમિતિના નિર્ણયની ટીકા કરી હતી, દાવો કર્યો હતો કે તેમાં યોગ્યતા કરતાં રાજકારણની ભૂમિકા વધારે છે. વ્હાઇટ હાઉસના પ્રવક્તા સ્ટીવન ચેઉંગે સોશિયલ મીડિયા પર કહ્યું કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પ શાંતિ કરારો કરતા રહેશે, યુદ્ધો સમાપ્ત કરશે અને લાખો લોકોના જીવ બચાવતા રહેશે. તેમના જેવું બીજું કોઈ નથી.

ટ્રમ્પ લાંબા સમયથી દાવો કરતા રહ્યાં છે કે તેઓ નોબેલ શાંતિ પુરસ્કારના હકદાર છે. તેમણે આ માટે વિશ્વભરમાં સંઘર્ષોને સમાપ્ત કરવાના પોતાના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે 8 શાંતિ કરારોમાં મધ્યસ્થી કરવાના પોતાના દાવાને પણ પુનરાવર્તિત કર્યો, જેમાં ઇઝરાયેલ અને ગાઝા તેમજ ભારત અને પાકિસ્તાન વચ્ચેના કરારનો સમાવેશ થાય છે.  

મારિયા મચાડોને વેનેઝુએલામાં લોકશાહી અધિકારોને પ્રોત્સાહન આપવા પ્રયાસ કર્યાં છે. સરમુખત્યારશાહીમાંથી લોકશાહી તરફની શાંતિપૂર્ણ લડાઇ અને તેમના સંઘર્ષ માટે તેમને નોબેલ શાંતિ પુરસ્કાર મળ્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch