અયોધ્યાઃ રામ મંદિર અને પંચકોસી પરિક્રમા માર્ગની મર્યાદામાં નોન-વેજ ખાદ્ય પદાર્થોના વેચાણ પર વહીવટીતંત્રે સંપૂર્ણપણે પ્રતિબંધ લગાવી દીધો છે. આ પ્રતિબંધ હવે માત્ર હોટલ, ઢાબા અને દુકાનો સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ ઓનલાઈન ફૂડ ડિલિવરી કરતી કંપનીઓ પર પણ લાગુ થશે. તંત્રએ આ અંગે હોટલ સંચાલકો, દુકાનદારો, ગેસ્ટ હાઉસ, હોમ-સ્ટે અને ઓનલાઈન ફૂડ ડિલિવરી કંપનીઓને આદેશની જાણ કરી દીધી છે. સાથે જ નિયમોના ઉલ્લંઘન બદલ સખત કાર્યવાહીની ચેતવણી આપી છે.
સહાયક ખાદ્ય કમિશનરે જણાવ્યું કે, રામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં નોન-વેજ વેચાણ પર અગાઉથી જ પ્રતિબંધ છે, પરંતુ કેટલીક હોટલ, ગેસ્ટ હાઉસ અને હોમ-સ્ટે આનું પાલન કરી રહ્યાં ન હતા. એવી ફરિયાદો મળી હતી કે પ્રવાસીઓને ઓનલાઈન માધ્યમથી નોન-વેજ ભોજન મંગાવીને પીરસવામાં આવી રહ્યું છે.
આ બાબતને ધ્યાનમાં રાખીને, તંત્રે હવે રામ મંદિર અને તેની આસપાસના વિસ્તારોમાં ઓનલાઈન નોન-વેજ ડિલિવરી પર પણ રોક લગાવી દીધી છે. તમામ સંબંધિત સંસ્થાઓ અને ઓનલાઈન ડિલિવરી કંપનીઓને આ આદેશની જાણકારી આપી દેવામાં આવી છે. વહીવટીતંત્ર આ આદેશનું કડકાઈથી પાલન કરાવશે, નિયમિત મોનિટરિંગ કરવામાં આવશે અને નિયમ તોડનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ચોટીલાના PI-PSI સહિત 4 પોલીસકર્મી સસ્પેન્ડ; સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓનો ગંજીપો ચીપાયો | 2026-06-12 18:19:56
અમદાવાદ: પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ, 260 લોકોનાં મોત અંગે AAIB ના અંતિમ રિપોર્ટની હજુ પણ રાહ જોવાઈ રહી છે | 2026-06-12 14:34:46
સુરતમાં એક કારમાંથી યુવકની લાશ મળી, પાંચ દિવસથી ગુમ હતો આ વ્યક્તિ | 2026-06-12 09:27:40
સરકારનો મોટો નિર્ણય, આ ગ્રાહકો હવે પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ અને ડીઝલ મેળવી શકશે નહીં | 2026-06-12 09:13:31
યુએસ મિસાઇલ હુમલામાં હિમાચલના આદિત્ય શર્માનું મોત, જહાજ પર કેડેટ તરીકે ફરજ બજાવતા હતા | 2026-06-11 20:56:07
મણિપુરમાં નાગા સમુદાયના છ મૃતદેહો મળી આવતાં હડકંપ, ઇમ્ફાલમાં ફરી હિંસા ભડકી | 2026-06-11 08:50:34
ઉજ્જવલા યોજનાના નિયમો બદલાયા, 10 કરોડ પરિવારોને ઝટકો, LPG અંગે સરકારનો મોટો નિર્ણય | 2026-06-09 13:03:24
જલગાંવમાં કાર, બાઇક, એસટી બસ વચ્ચે અકસ્માતમાં 5 ગુજરાતીઓનાં મોત | 2026-06-09 12:44:15
કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા | 2026-06-11 18:02:19