Thu,25 April 2024,1:27 am
Print
header

રિલાયન્સ jioના ગ્રાહકો માટે ખરાબ સમાચાર, અન્ય નેટવર્ક પર વાત કરવાના પ્રતિ મીનિટ 6 પૈસા લાગશે

દેશમાં રિલાયન્સ jioના કરોડો ગ્રાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યાં છે, અત્યાર સુધી તમે રિલાયન્સ ટુ અન્ય નેટવર્ક પર ફ્રી કોલિંગ સુવિધામાં વાત કરતા હતા, તે હવે બંધ કરી દેવામાં આવી છે, અને જો તમે જીયો સિવાય અન્ય નેટવર્ક પર કોલ કરશો તો પ્રતિ મીનિટે 6 પૈસા ચાર્જ લાગશે, જો કે આ ચાર્જ જીયો યુઝર્સ દ્વારા જીયો નંબર પર કરવામાં આવેલા કોલ, લેન્ડલાઇન કોલ અને વોટ્સએપ કોલ પર લાગશે નહીં. 

જિયોના નવા નિયમ 10 ઓક્ટોબરથી લાગુ થશે, ટેલિકોમ કંપનીઓને એકબીજાને આઇયુસી ચાર્જ આપવો પડે છે, જુદા જુદા  નેટવર્ક પર કોલ કરવા માટે આ ચાર્જ લાગે છે, જેમ કે જિયો ગ્રાહક એરટેલ નેટવર્ક પર કોલ કરે છે તો જિયોએ એરટેલ કંપનીને આઇયુસી ચાર્જ આપવો પડે છે, તેનો દર ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા નક્કી કરે છે, ત્યારે હવેથી મુખ્ય રિચાર્જ સિવાય એક ટોપઅપ કરાવવું પડશે.

જિયોએ જણાવ્યું કે ઇન્ટરનેટ કોલ, ઇનકમિંગ કોલ, જિયો ટુ જિયો અને લેન્ડલાઇન પર કોલિંગ પહેલાની જેમ જ ફ્રી રહેશે. ટ્રાઇએ 1 ઓક્ટોબર 2017ના આઇયુસી ચાર્જ 14 પૈસાથી ઘટાડીને 6 પૈસા કર્યો હતો, 1 જાન્યુઆરી 2020થી તેને પુરો ખતમ કરવાની વાત હતી, પરંતુ ટ્રાઇએ આ નિયમો ચાલુ રાખતા જિયોએ ચાર્જ લગાવવો પડ્યો છે, કારણ કે કંપનીએ છેલ્લા ત્રણ વર્ષમાં અન્ય ટેલિકોમ કંપનીઓને 13500 કરોડ રૂપિયા આપવા પડ્યાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch