ભાજપમાં અંદરો અંદર ઘર્ષણ, નીતિન પટેલને ટાર્ગેટ કરાઇ રહ્યાં છે !
ગાંધીનગરઃ રાજ્યમાં નવી સરકાર આવ્યાં પછી હવે ભૂતપૂર્વ બની ગયેલા પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને હવે તેમની જ પાર્ટીના નેતા ટાર્ગેટ કરી રહ્યાં છે. ભાજપના સાંસદ નારણ કાછડિયાએ કહ્યું કે નીતિન પટેલ અમારી સામે જોતા પણ ન હતા અનેક યોજનાઓ તેમના કારણે અટકી પડી હતી, જો કે હવે નીતિન પટેલે કહ્યું કે પ્રતિદિન મારી ઓફિસમાં 700 મુલાકાતીઓ આવતા હતા, બઘાંને હું મળતો હતો. નીતિન પટેલ અને નારણ કાછડિયા વચ્ચેનો મૂળ વિવાદ ડોક્ટરની બદલીનો છે,તે કોરોના સંક્રમણના સમયમાં કરેલી ભલામણનો છે. કાછડિયાનો આરોપ છે કે નીતિન પટેલ તેમની વાત સાંભળી ન હતી, પરંતુ જેની સામે નીતિન પટેલે કહ્યું કે નારણભાઇએ કયા ડોક્ટર માટે ભલામણ કરી હતી તે બાબત મારા ધ્યાનમાં નથી. કોરોના સમયમાં હું એટલું કહીશ કે બઘાં ડોક્ટરોએ આ મહામારીમાં દિનરાત જોયા વિના દર્દીઓની સેવા કરી છે.
નવી સરકાર આવ્યાં પછી ભાજપના સાંસદ નારણ કાછડિયાના આરોપમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ભાવુક થઇ ગયા હતા અને જણાવ્યું કે સૌરાષ્ટ્રના ખેડૂતો માટે મેં ખુબ કામ કર્યુ છે. ઉત્તર ગુજરાત કરતાં મેં સૌરાષ્ટ્ર માટે ખૂબ કામ કર્યું છે. 60 હજારથી વધુ ડેમો સૌરાષ્ટ્રમાં બનાવ્યાં છે. હું સંસદ સભ્યો અને ધારાસભ્યોને પણ મળતો હતો તેમની રજૂઆતોને સાંભળીને તેનો નિકાલ કરતો હતો. પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ સૌની યોજના અને સૌરાષ્ટ્રને અન્યાય કર્યો હોવાના આરોપના જવાબમાં કહ્યું કે સાંસદની સમજ ફેર થઇ છે, કારણ કે મારી પાસે સિંચાઇ વિભાગ ન હતો.નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી હતા તે સમયે તેમણે સૌની યોજના શરૂ કરી હતી. તે સમયે હું સિંચાઇ મંત્રી હતો, ત્યાર પછી બાબુ બોખિરિયા સિંચાઈ મંત્રી હતા. છેલ્લા 5 વર્ષથી વિજયભાઈ પાસે સિંચાઈ વિભાગ હતો.ત્રણેય સિંચાઈ મંત્રીઓ સૌરાષ્ટ્રના હતા, તેમની દેખરેખ હેઠળ કામગીરી થતી હતી.ત્યારે આગામી સમયમાં આ બે દિગ્ગજ નેતાઓ વચ્ચેનો વિવાદ વધુ ગરમાય તેવી શક્યતા છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23