Wed,24 April 2024,1:04 am
Print
header

BIG NEWS- આખરે પેટ્રોલમાં 9.50 રૂપિયા, ડીઝલમાં 7 રૂપિયા અને રાંધણગેસમાં 200 રૂપિયાનો મોટો ઘટાડો- Gujarat post

કેન્દ્ર સરકારે  એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરતા પેટ્રોલ રૂ.9.50 અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થયુ  

કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે આ અંગે  ટ્વીટ કર્યું

રાંધણગેસમાં રૂ.200 નો ઘટાડો

નવી દિલ્હીઃ મોંઘવારીનો માર સહન કરી રહેલી જનતા માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવી ગયા છે. નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સૌથી મોટી જાહેરાત કરી દીધી છે. કેન્દ્રની મોદી સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યૂટી ઘટાડવાની જાહેરાત કરી છે. સીતારમણે કહ્યું કે અમે પેટ્રોલ પરની સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટી પ્રતિ લિટર 8 રૂપિયા અને ડીઝલ પર 6 રૂપિયા ઘટાડી રહ્યાં છીએ. જેનાથી પેટ્રોલની કિંમતમાં 9.50 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમતમાં 7 રૂપિયાનો મોટો ઘટાડો થશે.

સરકારે એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો કરતા પેટ્રોલ રૂ.9.50 અને ડીઝલ 7 રૂપિયા સસ્તું થઇ ગયું છે.આ અંગે  ટ્વીટ કરી જાહેરાત કરાઇ છે, પેટ્રોલ-ડીઝલ પરનો નવો ભાવ આજ રાતથી અમલમાં આવશે.

નિર્મલા સીતારમણે કહ્યું અમે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ લાભાર્થીઓને ગેસ સિલિન્ડર દીઠ (12 સિલિન્ડર સુધી) 200 રૂપિયાની સબસિડી આપીશું એટલે કે આવા રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં 200 રૂપિયાનો મોટો ઘટાડો થયો છે. સરકારના આ નિર્ણયથી કરોડો લોકોને થોડી રાહત થઇ છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch