Sat,20 April 2024,3:40 am
Print
header

ફાંસીમાં વિલંબ માટે ષડયંત્ર ? નિર્ભયા કેસના આરોપી વિનયે જેલમાં આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો

નવી દિલ્હીઃ નિર્ભયા ગેંગરેપના ચાર દોષિઓને ટૂંક સમયમાં જ ફાંસીની સજા આપવામાં આવશે, તિહાડ જેલમાં તે માટેની તમામ તૈયારીઓ થઇ ચુકી છે, પરંતુ આરોપીઓ દ્વારા ફાંસીથી બચવા ષડયંત્ર કરાઇ રહ્યાંનું સામે આવ્યું છે, આરોપી વિનય શર્માએ તિહાડ જેલમાં જ શૌચાલયમાં પોતાના કપડાનો ઉપયોગ કરીને ફાંસીનો ફંદો લગાવીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરાયો છે,વિનયના વકીલ એ.પી.સિંહે આ દોવો કર્યો છે, જો કે જેલતંત્રએ હજુ સુધી આ મામલે કોઇ સ્ટેટમેન્ટ આપ્યું નથી.

ચારેય આરોપીઓ સઘન સુરક્ષા વચ્ચે છે, અને તેઓ કોઇ નવી હરકત કરે અને નવો કેસ ઉભો થાય તો તેમને ફાંસીની સજામાં થોડી રાહત થઇ શકે છે, જેને કારણે જ તેઓ નવો કેસ ઉભો કરવાની ફિરાકમાં છે, જ્યાં સુધી નવા કેસનો ચૂકાદો ન આવે ત્યાં સુધી તેઓ ફાંસીથી બચી શકે છે, ચારેય આરોપીઓ કોર્ટના નિર્ણય પછી ચિંતામાં રહે છે, ઘણી વખત ભોજન પણ નથી કરતા, તેમના ચહેરા પર મોતનો ડર છવાઇ ગયો છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar