Sat,20 April 2024,12:53 am
Print
header

EDની મોટી કાર્યવાહી, ભાગેડું નીરવ મોદીની રૂ.329 કરોડની પ્રોપર્ટી જપ્ત

13,700 કરોડ રૂપિયાના PNB લોન કૌભાંડમાં કાર્યવાહી 

લંડનઃ પંજાબ નેશનલ બેંકને અંદાજે 13,700 કરોડ રૂપિયાનો ચૂનો લગાવીને ફરાર થઇ ગયેલા ડાયમંડના વેપારી નીરવ મોદી સામે ઇડીએ સકંજો કસ્યો છે. ઇડીએ લંડન અને યુએઇમાં તેના ફ્લેટ સહિતની રૂપિયા 329 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી લીધી છે. જપ્ત કરેલી સંપત્તિમાં વર્લી મુંબઈની આઈકોનિક બિલ્ડિંગ સમુદ્ર મહેલનાં ચાર ફ્લેટ, ફાર્મહાઉસ, જેસલમેરમાં પવન ચક્કીના પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.
  
અગાઉ પણ આરોપી નીરવ મોદીની સંપત્તિ જપ્ત કરાઇ હતી, જેમાં તેની 51 કરોડ રૂપિયાની વસ્તુઓ અને સંપત્તિની હેરાજી કરી દેવાઇ હતી, હવે વધુ પ્રોપર્ટી જપ્ત કરીને તેની પાસેથી વસૂલાત થઇ રહી છે. નીરવ મોદી હાલમાં લંડનમાં છે અને અહીની વેસ્ટ મિંસ્ટર કોર્ટે તેને 9 જુલાઇ સુધી જ્યુડિસિયલ કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો છે. બીજી તરફ ભારતની તપાસ એજન્સીઓ તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસ કરી રહી છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch