Thu,25 April 2024,7:12 pm
Print
header

NIAના કાશ્મીર ઘાટીમાં છ સ્થળોએ દરોડા, પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના નેતાઓ અને સભ્યો સામે કાર્યવાહી- Gujarat Post

શ્રીનગરઃ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ની ટીમોએ મંગળવારે કાશ્મીરમાં છ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આજે સવારે પોલીસ અને સુરક્ષા દળો સાથે એજન્સીની ટીમોએ છ સ્થળોએ આ કાર્યવાહી કરી હતી. એજન્સી પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોના વડાઓ અને સભ્યોના આતંકવાદી ગતિવિધિઓ સાથે જોડાયેલા કેસમાં દરોડા પાડી રહી છે.

NIAના પ્રવક્તા અનુસાર, દરોડામાં ઉઝૈરના ઘરેથી ડિજિટલ ઉપકરણો મળી આવ્યાં છે, જેની તપાસ ચાલુ છે. 2021 માં, NIA એ કેરળના કડનમન્ના મોહમ્મદ અમીન ઉર્ફે 'અબુ યાહ્યા' ની તપાસ શરૂ કરી હતી, જે વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ ઇસ્લામિક સ્ટેટ પ્રચાર ચેનલો ચલાવતો હતો. આ ચેનલો દ્વારા તે ISની હિંસક જેહાદી વિચારધારાઓનો પ્રચાર કરતો હતો અને મોડ્યુલમાં નવા સભ્યોની ભરતી કરતો હતો. NIA અનુસાર, આ લોકોએ આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ થવા માટે જમ્મુ અને કાશ્મીરમાં 'હિજરા'ની પણ યોજના બનાવી હતી.

આ પ્રવાસ માટે વિવિધ સ્ત્રોતોમાંથી નાણાં એકત્ર કરવામાં આવ્યાં હતા. તપાસમાં જાણવા મળ્યું કે અમીન કેરળની દિપ્તી મારલાના સંપર્કમાં હતો, જે ધર્માંતરિત મુસ્લિમ હતી. તેના લગ્ન મેંગલુરુના અનસ અબ્દુલ રહેમાન સાથે થયા હતા. 2015માં, તે અભ્યાસ માટે દુબઈ ગઈ હતી, જ્યાં તે મિઝા સિદ્દીકીને મળી હતી અને બંને મહિલાઓએ IS સાથે તેમના કામની શરૂઆત કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch