Fri,26 April 2024,2:02 am
Print
header

ન્યૂઝીલેન્ડમાં 7.1ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણીથી લોકોમાં ફફડાટ

ન્યુઝીલેન્ડઃ પેસિફિક મહાસાગરનાં રિંગ ઓફ ફાયરમાં સ્થિત ન્યૂઝીલેન્ડ ફરી એક શક્તિશાળી ભૂકંપના આંચકાથી ધ્રુજી ગયું છે. રિક્ટર સ્કેલ પર ધરતીકંપની તીવ્રતા 7.1 માપવામાં આવી છે. યુએસ જિયોલોજીકલ સર્વેએ ધરતીકંપની 7.3 તીવ્રતાનું અનુમાન લગાવ્યું હતુ, ત્યાર બાદ તેને ઘટાડીને 7.1  કરી દીધું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર સમુદ્રમાં 10 કિલોમીટરની ઉંડાઈ પર હતું. પીટીડબ્લ્યુસીએ જણાવ્યું હતું કે ભૂકંપના કેન્દ્રનાં 300 કિ.મી.ની અંદર સુનામી લહેરો શક્ય છે. સમગ્ર વિસ્તારમાં એલર્ટ જારી કરાયું છે. ભૂકંપ પ્રભાવિત વિસ્તારોમાં લોકોને દરિયાકિનારાથી દૂર રહેવાનું કહેવામાં આવ્યું છે.ન્યૂઝીલેન્ડની ઇમરજન્સી એજન્સીઓને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે.

અગાઉ 10 ફેબ્રુઆરીએ પણ ન્યૂઝીલેન્ડમાં પણ એક શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેને કારણે આસપાસના વિસ્તારોમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. યુએસ જિયોલોજીકલ સર્વેએ રિપોર્ટ આપ્યો છે કે આ ભૂકંપનું કેન્દ્ર ન્યું કેલેડોનીયામાં વાઓથી પૂર્વમાં લગભગ 415 કિલોમીટર સ્થિત હતું.

ન્યૂઝીલેન્ડ ભૂકંપ પ્રભાવિત ઝોનમાં આવે છે. પેસિફિક મહાસાગરમાં ઘણા જ્વાળામુખી ફાટવાનાં કારણે અને ટેક્ટોનિક પ્લેટોનાં ખસવાનાં કારણે આ વિસ્તાર ભૂકંપથી સતત પ્રભાવિત રહે છે. ફિજી, ન્યૂઝીલેન્ડ, વાનુઅતુ, ઓસ્ટ્રેલિયા, કૂક આઇલેન્ડ્સ અને અમેરિકન સમોઆ સહિતના ઘણા દેશો છે, જે લગભગ દરરોજ ઘણા નાના-મોટા ભૂકંપના આંચકાઓનો સામનો કરે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch