Thu,25 April 2024,10:22 pm
Print
header

Breaking News- 7 લાખ રૂપિયા સુધીની આવક પર નહીં લાગે કોઈ ટેક્સ, આટલી વસ્તુઓ થશે મોંઘી

નવી દિલ્હી: નાણા મંત્રીએ આજે બજેટ રજૂ કર્યું છે, જેમાં ટેક્સને લઈને મોટી જાહેરાત કરાઇ છે. નાણામંત્રીએ જાહેરાત કરતા કહ્યું કે હવે 7 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં ભરવો પડે, આ નવી ટેક્સ વ્યવસ્થા દેશમાં લાગુ થઇ ગઇ છે.અગાઉ આ મર્યાદા 5 લાખ રૂપિયા હતી.

નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ રિટર્નની પ્રક્રિયા 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી છે અને એક દિવસમાં 72 લાખ ટેક્સ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યાં છે. કરદાતાની ફરિયાદો નિવારણમાં સુધારો થયો છે અને સામાન્ય IT રિટર્ન ફોર્મ્સ આવશે જે રિટર્ન ફાઇલિંગને સરળ બનાવશે.

નાણામંત્રીએ કહ્યું કે ટેક્સ પોર્ટલ પર દરરોજ 72 લાખ અરજીઓ આવે છે અને અમે રિફંડ પ્રક્રિયાને 16 દિવસ સુધી લાવ્યાં છીએ. આમાં અમે વધુ સુધારાની દિશામાં આગળ વધી રહ્યા છીએ.

આ વસ્તુઓ થશે સસ્તી

મોબાઈલ ફોન અને ટીવી  

બાયોગેસ સાથે સંકળાયેલી વસ્તુઓ  

ઈલેક્ટ્રિક વ્હીકલ થશે સસ્તા

સાયકલ, કેમેરા લેન્સ

એલઈડી ટીવી

રમકડાં

મોબાઇલ સ્પેર પાર્ટ્સ

આ વસ્તુઓ થશે મોંઘી

વિદેશી કિચન ચીમની

સિગારેટ

ચાંદીના વાસણો

તમાકુની બનાવટો

ગોલ્ડ અને પ્લેટિનમ

ઈમ્પોર્ટડ દરવાજા

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch