Sat,20 April 2024,1:07 pm
Print
header

નાગરિકતા કાયદા મુદ્દે કોંગ્રેસ સહિતના વિપક્ષોની બેઠક, સોનિયા ગાંધીના PM મોદી, અમિત શાહ પર આરોપ

નવી દિલ્હીઃ CAA અને NRCના કાયદાને લઇને કોંગ્રેસે મોદી સરકાર સામે અભિયાન તેજ કરવાની કવાયત કરી છે, આજે દિલ્હીમાં કોંગ્રેસે બોલાવેલી વિપક્ષોની બેઠકમાં સોનિયા ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર દેશની એકતા તોડવાના પ્રયાસ કર્યા છે, કહ્યું કે જેએનયુ અને જામીયા યુનિવર્સિટીમાં ભાજપે જ વિદ્યાર્થીઓ પર હુમલો કરાવ્યો છે, આ બધી જ ઘટનાઓ જોતા એ સ્પષ્ટ છે કે ભાજપ દેશમાં જનતાનો વિશ્વાસ જીતવામાં નિષ્ફળ રહી છે.
 
દિલ્હીમાં કોંગ્રેસે વિપક્ષોની બેઠક બોલાવી હતી, તેમાં પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી અને બીએસપીના માયાવતી ગેરહાજર રહ્યાં હતા, આપ અને શિવસેના કોઇ નેતા હાજર હતા નહીં, બેઠકમાં કુલ 14 ભાજપ વિરોધી પાર્ટીઓએ ભાગ લીધો હતો, જેમાં એનસીપી, સીપીએમ, સીપીઆઇ સહિતની પાર્ટીઓનો સમાવેશ થાય છે, નોંધનિય છે કે બે દિવસ પહેલા મમતા બેનર્જીએ અને મોદી વચ્ચે કોલકત્તા માં બેઠક થઇ હતી અને હવે મમતાએ કોંગ્રેસ પર આરોપ લગાવ્યાં છે કે નાગરિકતા કાયદા પર કોંગ્રેસ રાજનીતિ કરી રહી છે, ટીએમસી અલગથી મોદી સરકાર સામે લડત આપશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch