Tue,23 April 2024,4:54 pm
Print
header

સંસદના શિયાળુ સત્રના પહેલા જ દિવસે રાજ્યભામાં હોબાળો, 2 વાગ્યા સુધી કામગીરી સ્થગિત કરવી પડી

નવી દિલ્હીઃ સંસદનું શિયાળું સત્ર 18 નવેમ્બરથી 13 ડિસેમ્બર વચ્ચે શરૂ થઇ ગયું છે, જેમાં પીએમ મોદીએ આજે તમામ વિપક્ષોને સહયોગ કરવા વિનંતી કરી હતી, લોકસભા અને રાજ્યસભામાં સ્વર્ગસ્થ જગન્નાથ મિશ્રા, અરુણ જેટલી, સુખદેવસિંઘ લિબ્રા, રામ જેઠમલાની અને ગુરુદાસ ગુપ્તાને શ્રદ્ધાંજલી અપાઇ હતી, બાદમાં રાજ્યસભામાં કાર્યવાહી શરૂ થતા જ કોંગ્રેસ સહિતના વિપક્ષોએ બેરોજગારી, ખેડૂતો અને ફારૂક અબદુલ્લાને સંસદમાં લાવવાનો પ્રશ્ન ઉપાડીને હોબાળો કર્યો હતો, કોંગ્રેસે વોક આઉટ કરતા શિવસેનાના સભ્યો પણ તેમની સાથે બહાર ચાલ્યાં ગયા હતા, જેથી સદનની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી, કોંગ્રેસે માંગ કરી છે કે જમ્મુ-કાશ્મીર મામલે સરકાર સ્પષ્ટતા કરે અને ફારૂક અબદુલ્લાને તેમનો અધિકાર આપીને સંસદમાં આવા દેવાની છૂટ આપવામાં આવે.

આઇએનએક્સ મીડિયા કેસના આરોપી અને કોંગ્રેસના પૂર્વ નેતા પી.ચિદમ્બરને સંસદમાં લાવવાની માંગ પણ કોંગ્રેસે કરી છે, સાથે જ ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પાછી ખેંચવાના મુદ્દે પણ કોંગ્રેસે સરકાર સામે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો, સંસદના શિયાળુ સત્રમાં મોદી સરકાર અયોધ્યામાં રામમંદિર માટેનું ટ્રસ્ટ અને કોમન સિવિલ કોડ નાગરિકતા બિલ સહિતના મહત્વના બિલ લાવવાની તૈયારીમાં છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch