Tue,23 April 2024,1:05 pm
Print
header

દિવાળી પહેલા જ કેન્દ્રના કર્મચારીઓને મોટી ભેટ, મોંઘવારી ભથ્થું 12%થી વધારીને 17% કરાયું

નવી દિલ્હી: કેન્દ્ર સરકારના કર્મચારીઓને દિવાળી પહેલા જ મોદી સરકારે મોટી ભેટ આપી છે, મોંઘવારી ભથ્થમાં પાંચ ટકાનો વધારો કરવામાં આવ્યા છે, જેથી હવે 12 ટકાથી વધીને 17 ટકાનું મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે, DAમાં પાંચ ટકાનો વધારો થતા કેન્દ્ર સરકારના 50 લાખ કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને તેનો લાભ મળશે, DAમાં વધારા પર સરકાર કર્મચારીઓ પાછળ 16 હજાર કરોડ રૂપિયા વધારે ખર્ચ કરશે, કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આ નિર્ણય અંગેની માહિતી આપતા કહ્યું કે તેમની સરકારે મોંઘવારી ભથ્થામાં અત્યાર સુધીનો સૌથી મોટો વધારો કર્યો છે.

દેશમાં આશા વર્કરોનું ભથ્થું 1000 રૂપિયાથી વધારીને 2000 રૂપિયા કરવાની પણ કેબિનેટે મંજૂરી આપી દીધી છે, સાથે જ જમ્મુ કાશ્મીરના 5,300 વિસ્થાપિત પરિવારોને 5.5 લાખ રૂપિયા એક પરિવારને આપવાનો નિર્ણય કરાયો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch