Wed,24 April 2024,1:05 pm
Print
header

દેશના નવા CDS તરીકે અનિલ ચૌહાણની નિમણૂંક, મોદી સરકારનો મોટો નિર્ણય- gujarat post

બાલાકોટ સર્જીકલ સ્ટ્રાઇકમાં હતી મોટી ભૂમિકા 

નવી દિલ્હીઃ શહીદ જનરલ બિપીન રાવતની શહાદત પછી ખાલી પડેલી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની જગ્યા પર રિટાયર્ડ લેફ. જનરલ અનિલ ચૌહાણની નિમણૂંક કરાઇ છે, મોદી સરકારે કેબિનેટમાં આ મંજૂરી આપી દીધી છે અને હવે ચૌહાણ દેશના બીજા સીડીએસ છે, તેઓ 40 વર્ષની ભારતીય લશ્કરી સેવાનો અનુભવ ધરાવે છે. 

ભારતના પહેલા સીડીએસ જનરલ બિપિન રાવત ડિસેમ્બર 2021માં હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ થયા હતા. તેમની જગ્યા ખાલી હતી અને મોદી સરકારે આ જગ્યા પર અનુભવી અનિલ ચૌહાણને જવાબદારી સોંપી છે. અનિલ ચૌહાણ જમ્મુ કાશ્મીર, નોર્થ ઈસ્ટમાં આતંકવાદ વિરોધી અભિયાનોમાં સામેલ હતા, તેમને અનેક ઓપરેશન પાર પાડ્યાં છે.

18 મે, 1961ના રોજ જન્મેલા લેફ્ટિનેન્ટ જનરલ અનિલ ચૌહાણ 1981માં ભારતીય સેનાની 11 ગોરખા રાઇફલ્સમાં જોડાયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી અને ઇન્ડિયન મિલિટરી એકેડેમી-દહેરાદૂનના પૂર્વ વિદ્યાર્થી છે. તેમને નોર્ધન કમાન્ડના બારામુલ્લા સેક્ટરમાં કમાન સંભાળી હતી. લેફ્ટનન્ટ જનરલ તરીકે તેમણે નોર્થ ઇસ્ટમાં એક કોર્પ્સની કમાન સંભાળી હતી. સપ્ટેમ્બર 2019થી ઈસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ બન્યાં હતા અને મે 2021માં તેઓ રિટાયર થયા હતા અને હવે તેઓ દેશના બીજા સીડીએસ બન્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch