Fri,19 April 2024,5:06 am
Print
header

નવા મંત્રીઓ કમલમ પહોંચ્યા, ઢોલ નગારા સાથે મુખ્યમંત્રી અને મંત્રીઓનું કરાયું સ્વાગત

ગાંધીનગર: ગુજરાતના નવા મંત્રીમંડળનો  બપોરે 1.30 વાગ્યે શપથવિધી સમારોહ યોજાયો હતો, બાદમાં તેમને વિભાગોની ફાળવણી કરી દેવાઇ છે, મંત્રીપદ મેળવ્યાં બાદ હાલમાં તમામ મંત્રીઓ કમલમ ખાતે પહોંચ્યા હતા. ભાજપ કાર્યાલય કમલમમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓનું ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું અહીં  કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓની બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.પાર્ટી અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર યાદવ સહિતના નેતાઓ પણ અહીં હાજર હતા. 

આજે નવા મંત્રીમંડળની શપથવિધી પૂરી થઈ છે અને નવા મંત્રીઓના ખાતાઓની વહેંચણી પણ કરી દેવામાં આવી છે.બીજી તરફ પ્રદેશ નેતાગીરી દ્વારા નવા મંત્રીઓને 27મી સપ્ટેમ્બર સુધી પોતાના વિસ્તારોમાં ન જવા માટે સૂચના આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સ્વર્ણિમ સંકુલ ખાતે પહેલી કેબિનેટ બેઠક મળી હતી. બેઠક બાદ તમામને ખાતાની ફાળવણી કરાઈ છે. રાજેન્દ્ર ત્રિવેદીને મહેસૂલ અને કાયદો, હર્ષ સંઘવીને ગૃહ, મનીષા વકીલને મહિલા અને બાળ કલ્યાણ, જીત વાઘાણીને શિક્ષણ, રાઘવજી પટેલને કૃષિ, બ્રિજેશ મેરજાને શ્રમ અને રોજગાર, પ્રદીપ પરમારને સામાજિક અને ન્યાય ખાતું ફાળવવામાં આવ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch