પિતા- પુત્રીનું ભારે હિમવર્ષાથી મોત થયું
19 દિવસ બાદ બરફ નીચે દટાયેલા મૃતદેહ મળ્યાં
સુરતઃ નેપાળના મનાંગ જિલ્લામાં આવેલા અન્નપૂર્ણા પર્વત-3 ના ટ્રેકિંગ દરમિયાન સુરતના બારડોલીના પિતા-પુત્રી ગુમ થયા હતા. બે અઠવાડિયાથી વધુ સમયથી સંપર્ક ન થતાં પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. ભારે હિમવર્ષા વચ્ચે સંપર્ક વિહોણા બેનાલા પિતા-પુત્રીના મૃતદેહ 19 દિવસ બાદ બરફ નીચે દટાયેલા મળ્યાં હતા.
બારડોલી તાલુકાના કડોદના રહેવાસી જિગ્નેશ પટેલ અને તેમની પુત્રી પ્રિયદર્શિનીએ 14મી ઓક્ટોબરે કડોદથી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો. તેઓ 16 ઓક્ટોબરે ટ્રેન દ્વારા સુરતથી ગોરખપુર પહોંચ્યા હતા અને 17મી ઓક્ટોબરે સુનોલી સરહદ પાર કરીને કાઠમંડુ પહોંચ્યા હતા. 18મી ઓક્ટોબરે બસ મારફતે બસીશેર થઈને તેઓ મનાંગ ગયા હતા. બે દિવસ હોટલમાં રોકાયા પછી તેઓ 21મી ઓક્ટોબરના રોજ સવારે 6 વાગ્યે અન્નપૂર્ણા પર્વત-3 માટેનો તેમનો ટ્રેક શરૂ કર્યો હતો. દરમિયાન જિગ્નેશ પટેલે તેમની પત્ની જાગૃતિબેનને જાણ કરી હતી કે, તેઓ 10 દિવસમાં એટલે કે 30મી અથવા 31મી ઓક્ટોબરે પાછા ફરશે.
26મી ઓક્ટોબરથી બીજી નવેમ્બર દરમિયાન મનાંગ અને તેની આસપાસના વિસ્તારોમાં થયેલી ભારે હિમવર્ષા આ પિતા-પુત્રી માટે અવરોધરૂપ બની. હિમવર્ષાને કારણે રસ્તાઓ બંધ થઈ ગયા, જેના કારણે તેમનું પરત ફરવું અશક્ય બન્યું હતું. પરિવાર સાથેનો તેમનો સંપર્ક પણ તૂટી ગયો હતો. પતિ અને પુત્રીનો સંપર્ક ન થતાં જાગૃતિબેનએ ચિંતા સાથે કડોદ આઉટપોસ્ટ પોલીસનો સંપર્ક કરીને આ બાબતની જાણ કરી હતી. જે બાદ શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
9 મહિલાની દરિયામાં ડ્યૂટી, અમેરિકી સૈનિકોએ અબ્રાહમ લિંકન પરથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2026-08-14 09:21:36
ઝિમ્બાબ્વેમાં 95 લોકોને લઈ જતી હોડી પલટી, 15 લોકોનાં મોતની આશંકા, 20 થી વધુ ગુમ | 2026-08-12 06:54:57
કોલંબિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો, 130 લોકોનાં મોત, 570 થી વધુ ઘાયલ | 2026-08-11 08:55:25
ભારતના વિદ્યાર્થીએ અમેરિકન ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને કરી હત્યા, જર્મનીમાં ધરપકડ | 2026-08-10 14:21:32
સુરતમાં શ્રાવણના પ્રારંભે બીલીપત્રના ઝાડ પર પ્રેમીયુગલે ફાંસો ખાતા ચકચાર | 2026-08-13 16:36:44
સુરત: ખાડી પૂરથી નુકસાન છતાં વળતર ન મળતાં આક્રોશ, મહિલાઓએ કલેક્ટર કચેરીએ ધરણા ધર્યા | 2026-08-12 18:11:31
APK ફાઇલ છેતરપિંડી કેસ: ગુજરાત પોલીસે બિહારમાંથી ચાર લોકોની કરી ધરપકડ | 2026-08-12 07:08:05
સુરત: રેગિંગથી કંટાળીને મેડિકલના વિધાર્થીએ કરી આત્મહત્યા, હોસ્ટેલમાં મૃતદેહ લટકતી હાલતમાં મળી આવ્યો | 2026-08-10 14:00:53
સુરતના માથાભારે સતિષ મરાઠાની ધાતકી હત્યાનો લાઈવ વીડિયો આવ્યો સામે | 2026-08-09 08:59:41