અમદાવાદ: શહેરમાં ડ્રગ્સની હેરાફેરી અને આંતરરાષ્ટ્રીય ગુનાખોરીમાં સંડોવાયેલા તત્વો સામે અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટી સફળતા મેળવી છે. નેપાળમાં ડ્રગ્સ કેસમાં જેલમાં બંધ અને Gen-Z આંદોલન દરમિયાન જેલ તોડી ફરાર થયેલા કુખ્યાત આરોપી ધર્મેશ ચુનારાને ક્રાઈમ બ્રાંચે કાગડાપીઠ વિસ્તારમાંથી દબોચી લીધો હતો.
મૂળ અમદાવાદનો ધર્મેશ ચુનારા ગત વર્ષે બેંગકોકથી 13 કિલો જેટલો પ્રતિબંધિત 'હાઈબ્રિડ ગાંજો' લઈને નેપાળ પહોંચ્યો હતો. નેપાળ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓએ તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો અને તેને ત્યાંની જેલમાં મોકલી દેવામાં આવ્યો હતો. જોકે, નેપાળમાં થયેલા 'Gen-Z' આંદોલન દરમિયાન સ્થાનિક યુવાનોએ જેલ પર હુમલો કરી તાળાં તોડ્યા હતા, જેનો લાભ ઉઠાવી ધર્મેશ પણ જેલમાંથી ફરાર થઈ ગયો હતો.
જેલમાંથી ભાગ્યા બાદ ધર્મેશ ચોરીછૂપીથી સરહદ ઓળંગીને અમદાવાદ આવી પહોંચ્યો હતો. તે કાગડાપીઠ વિસ્તારમાં રહેતી તેની સાસુ (જે એક લિસ્ટેડ બૂટલેગર છે) ના ઘરે આશરો લઈ રહ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તેને ઝડપી પાડ્યો હતો. નોંધનીય છે કે ધર્મેશ સામે અમદાવાદમાં કોઈ ગુનો નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ સાથે સંકળાયેલો હોવાની આશંકા છે.
નેપાળ જેલ તોડીને ભાગેલા કેદીઓની યાદીમાં ગુજરાતના બે શખ્સોના નામ હતા, જેમાં એક અમદાવાદનો ધર્મેશ અને બીજો સુરતનો યુવક હતો. નેપાળ સરકારે આ અંગે ભારતની સેન્ટ્રલ એજન્સીઓને જાણ કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાંચ હવે પકડાયેલા ધર્મેશ ચુનારાનો કબજો ભારતની સેન્ટ્રલ એજન્સીઓને સોંપશે. ત્યારબાદ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરીને તેને ફરીથી નેપાળની એજન્સીઓને સોંપવામાં આવે તેવી શક્યતા છે.
મૃગીકુંડમાં શાહી સ્નાન વખતે પોલીસ સાથે ગેરવર્તન કરવું ભારે પડ્યું, કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ | 2026-02-17 18:19:06
T-20 વર્લ્ડકપમાં મોટો ઉલટફેરઃ ઓસ્ટ્રેલિયા ફેંકાયું, ઝિમ્બાબ્વે સુપર- 8માં પહોંચ્યું | 2026-02-17 18:12:46
વિધાનસભામાં દુકાન અને સંસ્થા સુધારા બિલ સર્વાનુમતે પસાર, જાણો શું થશે અસર ? | 2026-02-17 17:56:25
બાંગ્લાદેશને નવી સરકાર મળી, BNP નેતા તારિક રહેમાને વડાપ્રધાન તરીકે શપથ લીધા | 2026-02-17 17:19:06
12 મા ધોરણની બોર્ડ પરીક્ષા, 584 માંથી 581 વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાયા, 50 થી વધુ શાળા સ્ટાફ સામે કાર્યવાહી | 2026-02-17 15:32:49
Breaking News: ગુજરાત ATS અને કોસ્ટગાર્ડનુ્ં મોટું ઓપરેશન, દરિયામાંથી 200 કિલોથી વધુ ડ્રગ્સ જપ્ત | 2026-02-17 11:40:44
જૂનાગઢ: કીર્તિ પટેલના મૃગીકુંડ સ્નાનથી સાધુ-સંતો લાલઘૂમ, પોલીસ સાથેની ગેરવર્તણૂક બદલ તપાસના આદેશ | 2026-02-16 16:45:13
રાજકોટઃ માર્ગ અકસ્માતમાં 3 લોકોના ઘટના સ્થળે મોત, ડિવાઇડર સાથે અથડાયા બાદ કારના બે ટુકડા થઇ ગયા | 2026-02-15 16:22:32
Crime News: અમદાવાદમાં સસરાએ શાંત રહેવા ટોકતા જમાઈ જમ બન્યો, કરપીણ હત્યા કરી ફરાર | 2026-02-15 14:09:04
પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો, વિસ્ફોટકોથી ભરેલું વાહન ચેકપોસ્ટ સાથે અથડાયું, 11 સુરક્ષા કર્મચારીઓનાં મોત | 2026-02-17 15:05:30
રૂ. 7.97 કરોડના હાઇબ્રિડ ગાંજા સાથે ભાઈ અને બહેનની ધરપકડ, માફિયાઓનું નેટવર્ક અમદાવાદથી બેંગકોક સુધી | 2026-02-13 14:39:59
રાજુ કરપડાએ ગોપાલ પર લગાવ્યા ગંભીર આરોપ, ઈટાલિયાએ આપ્યો વળતો જવાબ - Gujarat Post | 2026-02-12 16:54:50
અમદાવાદ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના: સુપ્રીમ કોર્ટનો ત્રણ અઠવાડિયામાં રિપોર્ટ રજૂ કરવા આદેશ - Gujarat Post | 2026-02-11 18:42:15
અમદાવાદ એરપોર્ટ પરથી રૂ..30 કરોડનું હેરોઈન ઝડપાયું, સાબુના બોક્સ અને સફેદ પરબીડિયામાં સંતાડ્યું હતું | 2026-02-10 18:53:36