Sat,13 June 2026,3:09 pm
Print
header

NEET- UG 2026 પેપર લીક: દિલ્હીથી મહિલા પ્રોફેસરની ધરપકડ, પેપર તૈયાર કરવામાં સામેલ હતા

  • Published By Panna Patel
  • 2026-05-16 17:22:37
  • /
  • સ્પેશિયલ કોચિંગ ક્લાસ ચલાવતી હતા આ પ્રોફેસર
  • ઘણા વચેટિયાઓ સુધી પહોંચી CBI

નવી દિલ્હી: સીબીઆઈ એ NEET-UG 2026 પરીક્ષાનું પેપર લીક થવાના કેસમાં વધુ એક આરોપીની ઓળખ કરી છે. સીબીઆઈએ મૂળ મહારાષ્ટ્રના પુણેના રહેવાસી અને બોટની વિષયના પ્રોફેસર મનીષા ગુરુનાથ મંડહરેની દિલ્હીથી ધરપકડ કરી છે.

તપાસમાં સામે આવ્યું છે કે, નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા મનીષા મંડહરેની NEET-UG 2026 પરીક્ષા પ્રક્રિયામાં એક્સપર્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. તેની પાસે બોટની અને ઝૂલોજીના પ્રશ્નપત્રો સુધી પહોંચવાનો સંપૂર્ણ અધિકાર હતો. સીબીઆઈના જણાવ્યાં અનુસાર, એપ્રિલ 2026 માં મનીષા મંડહરેએ પુણેની મનીષા વાઘમરે (જેની 14 મેના રોજ ધરપકડ થઈ ચૂકી છે) ના માધ્યમથી નીટના વિદ્યાર્થીઓને ભેગા કર્યા હતા અને પુણે સ્થિત પોતાના ઘરે સ્પેશિયલ કોચિંગ ક્લાસ ચલાવ્યાં હતા. આ ક્લાસ દરમિયાન તેણે બોટની અને ઝૂલોજીના ઘણા પ્રશ્નો વિદ્યાર્થીઓને કહ્યાં હતા, નોટ્સ લખાવી હતી અને પુસ્તકોમાં માર્ક કરાવ્યાં હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી મોટાભાગના પ્રશ્નો 3 મે 2026 ના રોજ લેવાયેલી NEET-UG પરીક્ષાના અસલી પ્રશ્નપત્ર સાથે મળતા આવતા હતા.

સીબીઆઈએ છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 6 જગ્યાઓ પર દરોડા પણ પાડ્યાં હતા અને ઘણા મહત્વના દસ્તાવેજો, લેપટોપ, બેંક સ્ટેટમેન્ટ અને મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યાં હતા. જપ્ત કરાયેલા સામાનની તપાસ ચાલી રહી છે. સીબીઆઈએ આ કેસ 12 મે 2026 ના રોજ શિક્ષણ મંત્રાલયના ઉચ્ચ શિક્ષણ વિભાગની ફરિયાદના આધારે નોંધ્યો હતો. કેસ નોંધાતાની સાથે જ સીબીઆઈની સ્પેશિયલ ટીમોએ દેશભરમાં દરોડા પાડવાનું શરૂ કરી દીધું છે અને અત્યાર સુધીમાં ઘણા શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે.

આ મામલામાં અત્યાર સુધીમાં દિલ્હી, જયપુર, ગુરુગ્રામ, નાસિક, પુણે અને અહલિયાનગરથી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી 5 આરોપીઓને કોર્ટે 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યાં છે. સીબીઆઈનું કહેવું છે કે તપાસમાં કેમિસ્ટ્રી અને બાયોલોજી પેપર લીકના અસલી સ્ત્રોત તેમજ વિદ્યાર્થીઓને જોડતા વચેટિયાઓની કડી મળી ગઈ છે. વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયા લઈને તેમને એ ખાસ ક્લાસમાં બોલાવવામાં આવતા હતા, જ્યાં પરીક્ષામાં પૂછાનારા પ્રશ્નો અગાઉથી કહી દેવામાં આવતા હતા. સીબીઆઈએ ખાતરી આપી છે કે આ મામલાની નિષ્પક્ષ  રીતે તપાસ ચાલુ રહેશે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch