Sat,20 April 2024,5:14 pm
Print
header

નીરજ ચોપરાએ મિલ્ખાસિંહને સમર્પિત કર્યો ગોલ્ડમેડલ, હરિયાણા સરકારે રૂ.6 કરોડ રોકડા, ક્લાક-1ની આપી નોકરી

ટોકયોઃ વર્ષો પછી ભારતને ગોલ્ડ મેડલ અપાવીને દેશનું નામ રોશન કરનાર નીરજ ચોપરાએ કહ્યું છે કે મે વિચાર્યું પણ ન હતુ કે તે દેશને આ સન્માન અપાવી શકીશ, આ મેડલ સાથે તે દિવંગત ફ્લાઇંગ શિખ મિલ્ખાસિંહને મળ્યો હોત તો તેનું મોટું સપનું પુરૂ થયુ હોત, ભાલા ફેકમાં ભારતને ગોલ્ડ અપાવનાર નીરજને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પીએમ મોદી સહિતના અનેક નેતાઓ અને હસ્તીઓએ શુભેચ્છા આપી છે.

હરિયાણાની મનોહરલાલ ખટ્ટર સરકારે નીરજ ચોપરાને 6 કરોડ રૂપિયા રોકડ અને ક્લાસ વન અધિકારી બનાવવાની જાહેરાત કરી દીધી છે.જ્યારે ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ  નવી XUV 700 ભેટમાં આપવાની જાહેરાત કરી છે. ઓલમ્પિક રમતોમાં ભારતને 13 વર્ષ પછી પ્રથમ ગોલ્ડ મેડલ મળ્યો છે. બેઇઝિંગ ઓલમ્પિકમાં શૂટિંગમાં અભિનવ બિંદ્રાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાર બાદ હવે નીરજ ચોપરાએ દેશને સન્માન અપાયું છે. સેનાના જવાન નીરજની આ કામયાબીથી સેનાના જવાનો પણ જોશમાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch