Sat,20 April 2024,6:31 pm
Print
header

લીમડાના દાતણ વડે દાંત સાફ કરવાના આ છે 6 મોટા ફાયદા- Gujarat Post

શું તમને ખબર છે કે ભૂતકાળમાં બહુ ઓછા લોકોને દાંતની સમસ્યાઓ થતી હતી, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આવું શા માટે ? પહેલા લોકો બ્રશ-પેસ્ટનો ઉપયોગ કરતા ન હતા,પરંતુ દાતણનનો ઉપયોગ કરતા હતા. તેમના દાંતમાં સંવેદનશીલતાની કોઈ સમસ્યા ન હતી, ન પીળા દાંત, ન તો શ્વાસની દુર્ગંધ, સૌથી આશ્ચર્યની વાત એ છે કે આજે મોટી મોટી કંપનીઓ આ કુદરતી વસ્તુઓને મિક્સ કરીને ટૂથપેસ્ટ બનાવે છે તેને માર્કેટમાં ઉંચી કિંમતે વેચે છે અને લોકો તેની ખરીદી કરે છે. પછી ભલે તે ગમે તેટલી મોંઘી હોય.

લીમડાના દાતણના ફાયદા

દાંતના કીટાણુંથી બચવું- દાંતમાં કીટાણું થવાની સમસ્યા બાળકોમાં સામાન્ય છે. ચોકલેટ ખાતા રહે છે, દાંતના દુઃખાવાથી રડતા રહે છે.જો તમે નિયમિતપણે લીમડાના દાતણથી તમારા દાંત સાફ કરશો તો કીટાણુંની સમસ્યા ક્યારેય નહીં થાય, કારણ કે તે જંતુનાશક છે.

શ્વાસની દુર્ગંધ, મોઢાંમાં પરુ અને સડાથી રાહત આપે છે- લીમડાનું દાતણ કડવું અને ઠંડું હોવાને કારણે દાંતનો સડો, શ્વાસની દુર્ગંધ, પરુ વગેરેને અટકાવે છે.

મોઢાંના ચાંદાને ઝડપથી સાજા કરે છે - લીમડાના દાંતણમાં એન્ટિ-માઈક્રોબાયલ ગુણો મોઢાના ચાંદાને ઝડપથી મટાડવામાં અને તેના પુનરાવૃત્તિને ઘટાડવામાં ખૂબ મદદ કરે છે.

દાંતના દુખાવામાં અસરકારક રીતે કામ કરે છે- લીમડાના દાંતણને સારી રીતે ધોઈને ધીમે-ધીમે ચાવવું જોઈએ, તેમાંથી જે રસ નીકળે છે તે દાંતના દુઃખાવાને દૂર કરે છે કારણ કે તેના એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિ-ફંગલ અને એન્ટિ-વાયરલ પ્રોપર્ટીઝ આ વિસ્તારમાં ઘણું કામ કરે છે. આ સાથે પેઢાં મજબૂત હોય છે, જેના કારણે વૃદ્ધાવસ્થામાં પણ દાંતની સમસ્યા થતી નથી.

દાંતની પીળાશ દૂર કરે છે - આજકાલ અલગ-અલગ પ્રકારના જંક ફૂડ ખાવાના કારણે દાંતના પીળા પડવાની સમસ્યા જોવા મળી રહી છે. લીમડાના દાંતણમાંથી નીકળતો રસ દાંતની પીળાશને સાફ કરીને સફેદ, સ્વસ્થ અને ચમકદાર બનાવે છે.

ફેસ લુક સુધારે છે - કહેવાય છે કે દાતન ચાવવાથી કરવામાં આવતી ફેશિયલ એક્સરસાઇઝ ચહેરા પર સ્લીક લુક લાવે છે.

નોંધનીય છે કે લીમડાની કડવાશને કારણે સગર્ભા સ્ત્રીઓ અને બાળકોએ તેનો ઉપયોગ ન કરવો તે સારું છે, કડવાશને કારણે તેમને ઉબકા કે ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. લીમડાના દાતણથી દાંત ન ઘસવા જોઈએ, પરંતુ પહેલા ધીમે-ધીમે ચાવવા જોઈએ, પછી જ્યારે તે બ્રશની જેમ નરમ થઈ જાય છે, ત્યારે ધીમે-ધીમે તેનાથી દાંત સાફ કરવા જોઈએ. તેને ચાવવાથી પણ જીભ સાફ થઈ જાય છે. તેથી ટૂથબ્રશ અને પેસ્ટ છોડી દો અને લીમડાનું  દાંતણ અપનાવો.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar