Thu,18 April 2024,7:03 pm
Print
header

મોદી સરકારે 7 વર્ષમાં દેશને બરબાદ કરી નાખ્યો, કોંગ્રેસે કહ્યું દેશમાં 73 વર્ષની સૌથી નબળી મોદી સરકાર

નવી દિલ્હીઃ 2019 માં દેશની જનતાએ બીજી વખત પણ મોદી સરકારને કમાન આપી હતી, અને હવે દેશમાં મોદીની સત્તાના 7 વર્ષ પુરા થયા છે ભાજપ એક તરફ 7 વર્ષની સિદ્ધીઓ ગણાવી રહ્યું છે બીજી તરફ કોંગ્રેસે મોદી સરકાર પર સૌથી મોટો પ્રહાર કર્યો છે, પ્રવક્તા રણદીપસિંહ સુરજેવાલાએ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ સરકારે 7 વર્ષમાં દેશને બરબાદ કરી નાખ્યો છે આઝાદ ભારતના ઇતિહાસમાં 73 વર્ષમાં આ સૌથી નબળી સરકાર છે.

સુરજેવાલાએ કહ્યું કે દેશને એક નાકામ, નકારી, નાસમજ સરકારનો બોઝ ઉઠાવતા ઉઠાવતા 7 વર્ષ પૂર્ણ થયા છે. દેશમાં બેરોજગારી બધી છે, પેટ્રોલના ભાવ 100 રૂપિયા થઇ ગયા છે. ખાવાના તેલના ભાવ આસમાને છે. મોંઘવારીએ માજા મુકી દીધી છે સામાન્ય વ્યક્તિ માટે જીવવું મુશ્કેલ બન્યું છે દેશની જનતા આજે દુખ ભોગવવા માટે મજબૂર બની છે.

મોદી વિરુદ્ધ ખેડૂતોમાં પણ કૃષિ કાયદાને લઇને જોરદાર આક્રોશ છે અત્યાચારમાં અનેક ખડૂતોએ ભોગવવું પડ્યું છે. નાગરિકતા કાયદાના વિરોધમાં પણ દિલ્હીમાં અનેક પ્રદર્શનકારીઓના મોત થયા હતા, સાથે જ જીએસટી અને નોટબંધીએ પણ દેશને આર્થિક રીતે પાયમાલ કરી દીધો હોવાનું કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનેક વખત કહી ચુક્યાં છે.

જમ્મુ-કાશ્મીરમાંથી ધારા 370 હટાવવી અને અયોધ્યામાં રામમંદિર નિર્માણ મામલે જે લોકો મોદીના વખાણ કરતા હતા તે જ હવે કોરોનાને લઇને મોદીને નિષ્ફળ ગણાવી રહ્યાં છે. કોરોના વાઇરસે દેશની ઇકોનોમી તોડી નાખી છે યોગ્ય વ્યવસ્થા વગર લોકડાઉનથી પણ લાખો પરિવારો હેરાન થયા છે, કોરોનાની બીજી લહેરમાં દેશમાં હજારો લોકોનાં મોત થઇ ગયા છે જેની નોંધ દુનિયાભરના મીડિયાએ લીધી છે લોકોને હોસ્પિટલોમાં કોરોનાના બેડ મળ્યાં ન હતા, ઓક્સિજનના અભાવે અનેક લોકોનાં મોત થઇ ગયાના કિસ્સા છે, રેમડેસિવિર ઇન્જેક્શનમાં લોકોએ 1000 હજારના ઇન્જેક્શનના 20-20 હજાર રુપિયા ચૂકવવાનો વારો આવ્યો હતો આમ મોદી સરકારના 7 વર્ષની સિદ્ધીઓ કરતા નિષ્ફળતાઓ વધુ છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch