Thu,25 April 2024,5:25 am
Print
header

સુશાંત ડ્રગ્સ કેસમાં NCBએ દાખલ કરી ચાર્જશીટ, જાણો રિયા સહિત કોના કોના છે નામ

મુંબઇઃ સુશાંતસિંહ રાજપૂત અપમૃત્યું કેસની તપાસમાં હવે એજન્સીઓ આગળ વધી રહી છે. કેસને લઇને તપાસ સતત ચાલી રહી છે અને નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ કનેક્શન કેસ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. NCB ચીફ સમીર વાનખેડે પોતે જ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવા માટે પહોંચ્યા હતા.કુલ 30 હજાર પેજની ચાર્જશીટ NCBએ કોર્ટમાં દાખલ કરી છે. 12 હજાર પેજની હાર્ડકોપી અને CDમા પુરાવા આપ્યાં છે. NCBએ મુંબઈ યુનિટ બોલિવુડ ડ્રગ્સ કનેક્શન બાબતે પહેલી ચાર્જશીટ કોર્ટમાં દાખલ કરી છે.

સુશાંત કેસમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન EDને ડ્રગ્સ સાથે જોડાયેલી ચેટ મળી હતી. ત્યારબાદ EDએ તે ચેટ NCBને આપી દીધી હતી. આ કેસમાં NCBની એન્ટ્રી થઈ હતી અને તપાસ ખૂબ ઝડપથી આગળ વધી. NCBની ચાર્જશીટમાં રિયા ચક્રવર્તી સહિત કુલ 33 લોકોનાં નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યાં છે. તેમાં રિયા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, ક્ષિતિજ પ્રસાદ, દિપેશ સાવંત, સેમ્યુઅલ મિરાંડાના નામ સામેલ છે. પકડાઈ ગયેલા ડ્રગ્સ પેડલરના નામ એ સિવાય રિયા ચક્રવર્તીના નજીકના અને કેટલાક ડ્રગ્સ પેડલર સપ્લાયરના નામે પણ ચાર્જશીટમાં આરોપી તરીકે સામેલ છે. આ બધાની NCB દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ડ્રગ્સ મળવા અને મળી આવેલા ઇલેક્ટ્રોનિક ઉપકરણોના રિપોર્ટ ફોરેન્સિક રિપોર્ટના સાક્ષીઓના નિવેદનના આધાર પર આ ચાર્જશીટ તૈયાર કરવામાં આવી છે.

નોંધનીય છે કે બૉલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ મુંબઈના બાંદ્રા સ્થિત તેના એપાર્ટમેન્ટમાં ફાંસી પર લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સુશાંતના નિધન બાદ ઈન્ડસ્ટ્રીમાં નેપોટિઝ્મના મુદ્દાએ જોર પકડ્યો હતો. આ કેસમાં ડ્રગ્સ એન્ગલ સામે આવ્યું હતું આ બાબતે સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી અને તેના ભાઈને જેલ પણ જવું પડ્યું હતું.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch