Mon,09 December 2024,1:08 pm
Print
header

અલ્મોડા નજીક બસ ખીણમાં પડતા 36 લોકોનાં મોત, અનેક ઘાયલ

ઉત્તરાખંડઃ પ્રવાસીઓની એક બસ ખીણમાં ખાબકતા અત્યાર સુધી 36 લોકોનાં મોત થઇ ગયા છે અને 18 જેટલા યાત્રિકો ઘાયલ થયા છે, સ્થાનિક લોકોએ અને પોલીસે ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યાં છે. એસડીઆરએફ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી છે.

અલ્મોડાના માર્ચુલા પાસે આ ભયાનક અકસ્માત થયો છે. બસ જ્યારે નૈનીડાંડાથી રામનગર જઇ રહી હતી, ત્યારે ડ્રાઇવરે અચાનક જ સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બસ નદીની ઉંડી ખીણમાં ખાબકી હતી.

પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી ચાલુ કરી હતી, મૃતકોના પરિવારજનોને આ અકસ્માતની જાણ કરવામાં આવી છે અને ઘાયલોની હોસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

 

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch