Fri,26 April 2024,3:23 am
Print
header

નાગરિકતા સુધારા બિલ પર બબાલ, રાહુલ ગાંધીએ કહ્યું દેશના બંધારણ પર મોટો હુમલો, પ્રિયંકાએ સરકારને કટ્ટર ગણાવી

નવી દિલ્હી: લોકસભામાં નાગરિક સુધારા બિલ પાસ થયા પછી કોંગ્રેસે તેનો વિરોધ નોંધાવ્યો છે, રાહુલ ગાંધીએ મોદી સરકારના આ નિર્ણયની ટિકા કરતા કહ્યું છે કે આ બિલનો અમલ એ દેશના બંધારણ પર સૌથી મોટો હુમલો છે, તેનાથી ભારતના પાયાનો નાશ થશે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ બિલનો વિરોધ કરતા મોદી સરકારને કટ્ટર ગણાવી છે, પ્રિયંકાએ ટ્વીટ કર્યું કે આપણા પૂર્વજોએ સ્વતંત્રતા માટે જીવ આપી દીધો છે, દેશમાં સમાનતા અને ધાર્મિક સ્વતંત્રાનો અધિકાર સૌ કોઇને આપવામાં આવેલો છે અને તેનું ઉલ્લંઘન થઇ રહ્યું છે.

ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતુ, ત્યારે તેમને જણાવ્યું હતુ કે આ બિલ લઘુમત્તિ સમાજના વિરોધમાં જરા પણ નથી, બિલ પાસ થવાથી પાકિસ્તાનમાંથી અત્યાચાર સહન કરીને ભારત આવેલા હિન્દુઓને ભારતનું નાગરિકત્વ મળશે, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા દેશોમાંથી આવેલા શરણાર્થીઓને પણ નાગરિકતા મળશે, જો કે કોંગ્રેસ સહિતની પાર્ટીઓ બિલનો વિરોધ કરી રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch