મુંબઇઃ શુક્રવારની સવારે નાસિક-શિરડી હાઈવે પર ભયાનક અકસ્માત સર્જાતા તેમાં 10 લોકોનાં મોત થયા હતા.જ્યારે 40 લોકો ઘાયલ થતા નજીકની સાંઈબાબા હોસ્પિટલમાં ખસેડાયા હતા. 50 મુસાફરોને લઈને શિરડી જઈ રહેલી લક્ઝરી બસ અને ટ્રક સામ સામે ધડાકાભેર અથડાતા આ દુર્ઘટના બની હતી.આ ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથધરી હતી.
Maharashtra | 10 people died and several others injured after a bus carrying Sai Baba devotees collided with a truck near Pathare on Nashik-Shirdi Highway: Nashik Police pic.twitter.com/Xel2Irb0vc
— ANI (@ANI) January 13, 2023
મુંબઈને નજીક આવેલા ઉલ્હાસનગર, અંબરનાથ અને થાણેના ઘણા શ્રદ્ધાળુઓ શિરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે નીકળ્યાં હતા.આ તમામ લોકો લક્ઝરી બસમાં દર્શન માટે જઈ રહ્યાં હતા. બસમાં 50 મુસાફરો સવાર હતા. નાસિક-શિરડી હાઈવે પર પાથેર ગામ નજીક બસ અને ટ્રક સામ-સામે ધડાકાભેર અથડાતા બન્નેને ભારે નુકસાન થયું છે.અકસ્માતને કારણે બસમાં સવાર અનેક મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ આ અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17