Fri,19 April 2024,9:35 pm
Print
header

નર્મદાઃ ભાજપના ઉપપ્રમુખ હિરેન પટેલ વિરુદ્ધ નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ

નર્મદાઃ જિલ્લાના ભાજપ ઉપપ્રમુખ હિરેન પટેલ સામે આદિવાસી યુવતીને ફસાવીને  તેની સાથે વારંવાર દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધવામાં આવતા તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. દુષ્કર્મની ફરિયાદ નોંધાતા જ ભાજપ એકશનમાં આવી ગઈ હતી. આદિવાસી યુવતીને લગ્નની લાલચ આપી હતી અને એક વાંધાજનક વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ મામલે તિલકવાડા પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.

સુરતના ઉધનામાં પણ સગીરા પર દુષ્કર્મ કેસમાં ભાજપ કાર્યકરની ધરપકડ કરવામાં આવી હતી. ભાજપ કાર્યકરો સગીરાને લાલચ આપી તેની સાથે શારિરીક સંબંધ બાંધ્યો હતો, બાદમાં તેના અશ્લિલ ફોટો પાડી તેને બ્લેકમેલ કરતા હતા, આરોપીએ સગીરાના ફોટા વાયરલ કરવાની ધમકી આપી પરિવારજનો પાસેથી રૂપિયા 20 હજાર પડાવ્યાં હતા. પરિવારજનોએ આરોપીના ત્રાસથી પોલીસ ફરિયાદ કરી હતી. હાલ પોલીસે આરોપી સામે પોસ્કો, એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch