Thu,25 April 2024,9:21 pm
Print
header

હાર્દિક પટેલનું કોંગ્રેસમાં કદ ઘટશે, પોતાના વતનમાં જ કોંગ્રેસના સૂપડાં સાફ

અમદાવાદઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતનમાં કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે, કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલના વતન વિરમગામમાં કોંગ્રેસના સૂપડાં સાફા થઇ ગયા છે  નગરપાલિકામાં કોંગ્રેસનો એકપણ ઉમેદવાર જીતી શક્યો નથી. અત્યાર સુધીમાં 12 ભાજપ અને 10 અપક્ષ ઉમેદવારની જીત નોંધાઈ છે. તાલુકા પંચાયતમાં 10 બેઠકો ઉપર ભાજપનો વિજય થયો છે. વિરમગામ તાલુકા પંચાયતમાં પણ હજુ સુધી કોંગ્રેસે ખાતુ નથી ખોલ્યું. વિરમગામમાં આવતી 3 જિલ્લા પંચાયતની બેઠકો પર પણ ભાજપનો વિજય થયો છે. હાર્દિક પોતાના વતનમાં પણ કોંગ્રેસને કંઇ મદદ કરી શક્યો નથી, જેથી કોંગ્રેસમાં તેનું કદ ઘટશે તે નક્કિ છે. પોરબંદરમાં અર્જૂન મોઢવાડીયાના ભાઇ ચૂંટણી હાર્યાં છે. સુરત જિલ્લાની પલસાણા તાલુકા પંચાયતમાં ભાજપની જીત થઈ, ભાજપે 16 બેઠકો મેળવી છે તો કોંગ્રેસે 2 બેઠકો મેળવી છે, મહેસાણા જિલ્લાની 4 પાલિકા પૈકી વિસનગર અને કડી પાલિકા ભાજપે કબ્જે કરી લીધી છે. અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે, અમરસિંહ સોલંકીના પત્નીની કારમી હાર થઇ છે.  મોડાસર જિલ્લા પંચાયત બેઠક પર હાર થઇ છે. વિસનગર નગરપાલિકામાં 9 વૉર્ડની 36 બેઠક પૈકી બીજેપી 32, કોંગ્રસ 4 બેઠક જીતવામાં સફળ થઇ છે. જિલ્લામાં 4 પાલિકાઓ પૈકી વિસનગર અને કડી ભાજપે કબ્જે કરી લીધી છે.

કામરેજ તાલુકા પંચાયતની 20 બેઠકો પૈકી અત્યાર સુધીમાં 13 સીટ પર ભાજપની જીત થઈ છે 2 બેઠકો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા બન્યાં છે. લુણાવાડા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભોજા-3 બેઠક પર પત્નીએ જીત મેળવી હતી અને વિજય સરઘસ પતિનું નીકળ્યુ છે.

પેટલાદમાં કોંગ્નેસ નેતા નિરંજન પટેલ નગરપાલિકાની ચૂંટણી હાર્યાં છે, રાજ્યમાં 81 નગરપાલિકામાં ભાજપ 67, કોંગ્રેસ 7 અને અન્ય 1 પર આગળ છે. રાજકોટના ભાજપના ઉમેદવાર સવિતાબેન માત્ર આઠ મતે જીત્યા, ઇડર તાલુકા પંચાયતની ચિત્રોડા સીટ પર કોંગ્રેસનો વિજય થયો છે. આ સીટ પરથી કોંગ્રેસના ઉમેદવાર રાજુ નાથાભાઇ પટેલનો 110 મત વિજય થતાં ભાજપમાં સન્નાટો છવાઇ ગયો છે. પોરબંદર તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે, 22માંથી 12 બેઠક પર ભાજપનો વિજય થયો છે. મહેસાણાની છાબલિયા-1 તાલુકા પંચાયત સીટ પર કોંગ્રેસની જીત, છાબલિયા 2 અને જાસ્કા તાલુકા પંચાયત સીટ પર ભાજપની જીત થઇ છે.

ભૂજ પાલિકામાં વોર્ડ નંબર 10 માં ભાજપની પેનલની જીત થઇ છે.ભૂજ પાલિકાની કુલ 40 બેઠકોમાંથી અત્યાર સુધીમાં ભાજપ 21 અને કોંગ્રેસ 7 બેઠક જીત્યું છે. રાણપુર તાલુકાની જાળીલા જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપનો વિજય થયો છે, ગાંધીનગર જિલ્લા પંચાયતની 4 બેઠકોનાં પરિણામમાં કોંગ્રેસનાં ફાળે 2, ભાજપનાં ફાળે 2 બેઠક, સિઘ્ઘપુર જિલ્લા પંચાયતની મેસર બેઠક કોંગ્રેસના હાથમાં આવી છે. બનાસકાંઠાની ડીસા નગરપાલિકા 4 વોર્ડના પરિણામમાં ભાજપનું પ્રભુત્વ, 16 બેઠકો પૈકી 12 માં ભાજપ કોંગ્રેસ 1 અને 3 અપક્ષ ઉમેદવાર વિજેતા થઇ છે. સાબરકાંઠામાં વિજયનગર તાલુકા પંચાયતની કણાદર બેઠક પર આપનો વિજય થયો છે. જિલ્લામાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું છે.

આજોલ તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપની જીત, માણસા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું ખાતું પણ ના ખુલ્યું, વધુ એક તાલુકા પંચાયત બેઠક ઉપર જીત, આજોલ તાલુકા પંચાયત સીટ ઉપર ભાજપ પ્રિયંકા પટેલની જીત થઇ છે. જામનગર જિલ્લા પંચાયતની ગોપ બેઠક પર બસપા વિજેતા છે અહીં હેમંત ખવાને ટિકિટ ન આપવી કોંગ્રેસને ભરી પડ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch