Sat,20 April 2024,12:41 pm
Print
header

ઈઝરાયલમાં બેન્જામિન નેતન્યાહૂના શાસનનો અંત, વિપક્ષે સરકાર ઉખાડી નાખી

ઈઝરાયલઃ રાજકીય ધમાસાણ વચ્ચે પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂને વિપક્ષે ઘર ભેગા કરી દીધા છે છેલ્લા ઘણા સમયથી સક્રિય વિપક્ષે સત્તાધારી પાર્ટીને હટાવી દીધી છે.વિપક્ષી રાજકીય દળોમાં ગઠબંધનને લઈને સહમતી થઈ ગઈ છે.જેથી બંને પાર્ટીના નેતા એક પછી એક પ્રધાનમંત્રી બનશે. સૌથી પહેલા દક્ષિણપંતી યામિના પાર્ટીના નેતા નેફ્ટાલી બેનેટ પ્રધાનમંત્રીના શપથ લેશે.2023 સુધી પીએમ પદ પર રહેશે બાદમાં યેશ એટિડ પાર્ટીના યેર લેપિડ પ્રધાનમંત્રી બનશે.

બેન્જામિનની સરકારે 2 જૂનના રોજ સુધી બહુમત સાબિત કરવાની હતી, પરંતુ તેમાં તે નિષ્ફળ રહ્યાં છે હવે વિપક્ષી પાર્ટીઓ વચ્ચે મજબૂત ગઠબંધન થતાં 12 વર્ષ બાદ નેતન્યાહૂનું શાસન ખતમ થઈ ગયું છે.

ગત માર્ચમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં નેતન્યાહૂની પાર્ટી બહુમતી પ્રાપ્ત કરવામાં અસમર્થ રહી હતી સાથી પક્ષોનો ટેકો મળ્યો ન હતો. બહુમતી સાબિત કરવા માટે તેમને 120 માંથી 61 બેઠકોની જરૂર હતી. ત્યાર બાદ વિપક્ષના નેતાઓને સરકાર બનાવવા માટે 28 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ ગાઝામાં સંઘર્ષને ધ્યાનમાં લેતા પ્રક્રિયામાં મોડું થયું હતુ.

લેપિડે કહ્યું કે આ સરકાર ઇઝરાયેલના તમામ નાગરિકો માટે કામ કરશે. જે લોકોએ અમને મત આપ્યો અને જેમણે નથી આપ્યો તેમના માટે પણ અમે કામ કરતા રહીશું, ઇઝરાયેલમાં એકતા બનાવી રાખવાની જવાબદારી સરકારની છે સાથે જ દુશ્મનોને પણ જડબાતોડ જવાબ આપવામાં આવશે. નોંધનિય છે કે હાલમાં જ ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતી ઉભી થઇ હતી બાદમાં આ મામલે સમાધાન થઇ ગયું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch