Sat,20 April 2024,5:04 pm
Print
header

મ્યાનમારમાં આર્મ્ડ ફોર્સેજ ડે ઉપર સેનાનો અત્યાચાર, ફાયરિંગમાં 90 લોકોના મોત

મ્યાનમારઃ શનિવારે આર્મ્ડ ફોર્સેજ ડે ઉપર સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં સુરક્ષાદળોએ ફાયરિંગ કર્યું હતું, ફાયરિંગમાં લગભગ 90 નાગરિકો માર્યા ગયા છે બીજી તરફ સૈન્ય પ્રમુખ મિન આંગ લાઈંગે નેશનલ ટેલિવીઝન ઉપર પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, લોકતંત્રની રક્ષા કરીશું અને વચન છે કે દેશમાં ચૂંટણી કરાવવામાં આવશે. જો કે સૈૈન્ય શાસનથી પ્રજા હાલમાં તો પરેશાન થઇ ગઇ છે.

સેનાએ ચૂંટણી ક્યારે થશે તે અંગે કંઇ જણાવ્યું નથી. મ્યાનમારમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં સેનાએ તખ્ત પલટ કરીને સત્તા મેળવી લીધી છે, સેના વિરોધી પ્રદર્શનોમાં કુલ 320 જેટલા લોકોના માર્યા ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch