Tue,23 April 2024,1:38 pm
Print
header

અમેરિકામાં વધુ એક ગુજરાતીની ગોળી મારીને હત્યા કરી નાખવામાં આવી- Gujarat post

હત્યારો મોટેલમાં રહેતો હતો અને ભાડા મુદ્દે માથાકૂટ થતાં હત્યા કરી

આ પહેલા પણ અનેક ગુજરાતીઓની હત્યા કરવામાં આવી છે

વોંશિગ્ટનઃ અમેરિકામાં વધુ એક ગુજરાતીની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી છે. મૂળ સુરતના સચિનના લાજપોર ગામના રહેવાસી 69 વર્ષીય જગદીશ પટેલની અમેરિકામાં હત્યા કરવામાં આવી છે. તેઓ સાઉથ કેરોલીનમાં રહેતા હતા અને મોટેલના બિઝનેસ સાથે સંકળાયેલ હતા. એક શખ્સે તેમની ઓફીસમાં ઘુસીને ફાયરિંગ કર્યું હતું. બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યારો ભાગી છૂટ્યો હતો. આરોપી મોટેલમાં રહેતો હતો અને ભાડા મુદ્દે માથાકૂટ થતાં આ હત્યા કરી હોવાનું તારણ છે.આ પહેલીવાર નથી જ્યારે અમેરિકામાં કોઈ ગુજરાતીની હત્યા કરવામાં આવી હોય આ પહેલા પણ અનેક ગુજરાતીઓની હત્યા કરવામાં આવી છે.

હત્યારો બે દિવસથી મોટેલના એક રૂમમાં રહેતો હતો. ભાડુ ચૂકવવા મુદ્દે જગદીશ પટેલ સાથે માથાકૂટ કરી હતી. વાત વણસી જતા તેણે જગદીશ પટેલને ગોળી મારી હતી. તેમને એક ગોળી માથામાં અને બીજી પેટના ભાગે વાગી હતી. પરિવાર દ્વારા તેમને તાત્કાલિક સારવાર માટે લઈ જવાયા હતા, પરંતુ તેમનુ મોત નિપજ્યું હતું. મૃતક જગદીશભાઈનો પરિવાર 2007 થી અમેરિકામાં સ્થાયી થયો છે.તેમનો પુત્ર અને પુત્રવધુ શિકાગોમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch