વેરાઇ ચકલા વિસ્તારમાં સવારે 9 વાગ્યાની આસપાસ બન્યો હત્યાનો બનાવ
છેલ્લા એક વર્ષથી ચાલતા ઝઘડામાં ખેલાયો ખૂની ખેલ
પાટણઃ શહેરમાં હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. સગા મામાના છોકરાએ ફોઈના દિકરાને બજાર વચ્ચે રહેંસી નાખ્યો હતો, છરીથી હુમલો કરતા તેનું મોત થઇ ગયું છે. પાટણ શહેરના વેરાઇ ચકલા વિસ્તારમાં સવારે 9 વાગ્યાની આસપાસ આ હત્યાનો બનાવ બન્યો હતો. ઘટનાને પગલે પોલીસ કાફલો અહીં પહોંચી ગયો છે.
મામા-ફોઈના દિકરા વચ્ચે છેલ્લા એક વર્ષથી ચાલતા ઝઘડામાં ખૂની ખેલ ખેલાયો છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. જેમાં રિક્ષા ચાલક ફોઈના દિકરા પર મામાનો દિકરો છરી વડે હુમલો કરે છે. રિક્ષા ચાલક ઢળી પડે છે. જેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પણ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.
મૃતક પ્રકાશ પટણી રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો. છેલ્લા એક વર્ષથી તેના મામાના દિકરા સાથે ઝઘડો ચાલતો હતો. જેમાં આજે સવારે પ્રકાશ ઘરેથી રિક્ષા લઇને વર્ધી માટે નીકળ્યો હતો, ત્યારે વેરાઇ ચકલા પાસે તેના મામનો છોકરો મળ્યો હતો. શરૂઆતમાં થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરુપ ધારણ કર્યું હતું અને ઉશ્કેરાયેલા મામાના છોકરાએ પ્રકાશને ભરબજારે રહેસી નાખ્યો હતો. જેને હોસ્પિટલ લઇ જતા ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો. મૃતકના પરિવારજનોના હૈયાફાટ રુદનથી માહોલમાં ગમગીની છવાઇ હતી. આ ઘટના અંગે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમરેલી જિલ્લામાં ધોધમાર વરસાદ- Gujaratpost
2022-08-07 20:37:54
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ફરી જામશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના- Gujaratpost
2022-08-06 19:48:28